34.2 C
Ahmedabad
October 2, 2026
NationalPolitics

પશ્ચિમ બંગાળમાં ભાજપનો ભવ્ય વિજય, TMCનો સફાયો

Spread the love

પશ્ચિમ બંગાળમાં ભાજપનું ધમાકેદાર પ્રદર્શન

પશ્ચિમ બંગાળની ચૂંટણી પરિણામોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે, આ સાથે જ દેશની આઝાદી બાદ રાજ્યમાં પ્રથમ વખત કમળ ખીલ્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૪ મે ૨૦૨૬ — પશ્ચિમ બંગાળમાં ભાજપે ધમાકેદાર પ્રદર્શન કરતાં ભવ્ય વિજય નોંધાવ્યો છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પરિણામોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે, અને આ સાથે જ દેશની આઝાદી બાદ રાજ્યમાં પ્રથમ વખત કમળ ખીલ્યું છે. જ્યારે મમતા બેનર્જી અને તેમની તૃણમુલ કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. TMC ત્રણ આંકડામાં પણ બેઠકો મળવી શકી નથી. પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકોમાંથી ભાજપ ૨૦૦ની નજીક પહોંચી ગયું હતું, જ્યારે રાજ્યમાં બહુમતી બનાવીને સરકાર બનાવવા માટે ૧૪૮ બેઠકો જરૂરી હોય છે.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના પરાજય માટે વિશ્લેષકો એન્ટી-ઈકમ્બન્સી જણાવી રહ્યા છે. ભાજપ પણ જાણી ગયો હતો કે મમતા બેનર્જીને હરાવવા માટે ચૂંટણીને ફક્ત શાસન પર જ નહીં પરંતુ લોકોના થાક અને કંટાળા પર આધારિત લોકોમતમાં ફેરવવી જરૂરી હતી. પશ્ચિમ બંગાળ મમતા બેનર્જીનો ગઢ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની સામેનો આક્રોશ વધી રહ્યો હતો.

સમગ્ર બંગાળમાં ભાજપને જેટલી સીટો મળી તે સૂચવે છે કે ઘણા મતદારો જે કદાચ ભાજપ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા ન હતા પરંતુ તૃણમુલ કોંગ્રેસને પડકારવા માટે તેમણે ભાજપને સક્ષમ પક્ષ તરીકે જોયો હતો. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભગવો લહેરાવવામાં સુવેન્દુ અધિકારીની ભૂમિકા પણ ઘણી જ મહત્વની છે. અધિકારી એક સમયે મમતા બેનર્જીના સૌથી નજીકના અને વિશ્વાસુ હતા. જોકે, હવે તે જ મમતાના રાજકીય વારસા સામે ખતરા તરીકે ઊભરી આવ્યા છે. ભાજપ સુવેન્દુ અધિકારીને મુખ્ય મંત્રી બનાવે તેની શક્યતા વધારે છે. સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળમાં ભાજપના વિજય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને શ્રેય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં ભાજપના પરાજય બાદ ્‌સ્ઝ્રના કાર્યકરો અને સ્થાનિક ગુંડાઓએ ઘણો આંતક મચાવ્યો હતો. ભાજપના કાર્યકરો અને ઘણા હિંદુ રહેવાસીઓએ હિંસાનો સામનો કરવો પડ્યો હરતો. આજે પશ્ચિમ બંગાળના હિંદુઓ અને ભાજપના કાર્યકરો ખુશ હશે, અને તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જાય છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપના ભવ્ય પ્રદર્શન બાદ ભાજપના કાર્યકરોએ ફિશ પાર્ટી કરીને તેની ઉજવણી કરી હતી. મતગણતરી સમયે બપોરે મમતા બેનર્જી મતગણતરીના સેન્ટર પહોંચી ગયા હતા. જોકે, મમતા બેનર્જીની પાર્ટીનો કરૂણ રકાસ થયો હતો.
પશ્ચિમ બંગાળમાં ભાજપે ચૂંટણી જીતને એક સાથે અનેક રેકોર્ડ તોડી દીધા છે. ભાજપને પહેલીવાર એ પશ્ચિમ બંગાળમાં જીત મળી છે, જયાં જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીએ પાયો નાંખ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદી ખુદ ૨૦૧૪ બાદ અનેકવાર બંગાળમાં જીતવાનું સપનું વ્યક્ત કરી ચૂક્યા છે. સંઘ પરિવારથી લઈને ભાજપા સુધીએ તમામ બંગાળમાં પ્રયાસો કર્યા હતા. આવામાં સંઘના વિચાર પરિવાર અને ભાજપા માટે બંગાળની જીત બુસ્ટર ડોઝ બની છે. તેને ભાજપની જીતની ગંગાસાગર એક્સપ્રેસ કહી શકાય છે. આ જીતે ભાજપની સત્તાને ગંગોત્રીથી ગંગાસાગર સુધી સ્થાપિત કરી દીધી છે. ૨૦૧૪ ની ચૂંટણીના સમયમાં નરેન્દ્ર મોદીએ વારાણસીથી કહ્યું હતું કે, ન તો મને કોઈએ મોકલ્યો છે, ન તો હું અહી આવ્યો છું, મને તો ગંગાએ બોલાવ્યો છે. ૧૨ વર્ષ બાદ ગંગા દેશના જે જે રાજ્યોમાંથી પસાર થાય છે. તેમાંથી એકને છોડીને હવે તમામ જગ્યાઓ પર ભાજપ સત્તામાં છે. ૪ મે, સોમવારના રોજ પશ્ચિમ બંગાળથી લઈને આસામ સુધી જ્યાં જ્યાંથી ચૂંટણી પરિણામો આવી રહ્યાં છે, તેમાં ભાજપને પ્રચંડ બહુમતી મળતી દેખાઈ રહી છે. ગંગોત્રી (ઉત્તરાખંડ) થી શરૂ થઈને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ બાદ હવે બંગાળ (ગંગાસાગર) સુધી ગંગાના પૂરા પથ પર કેસરિયો રંગ રંગાયો છે. પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક પરિણામોએ ગંગાસાગરને ભગવામય બનાવી દીધો છે. જેમાં ગંગાા ઉદગમથી લઈને સંગમ સુધી હવે એક જ વિચારધારાનું શાસન છે. આ માત્ર કોઈ રાજકીય જીત નથી, પરંતું કરોડો ભારતીયોની આસ્થા અને વિશ્વાસનું પ્રતિબિંબ છે.

Related posts

સંસદમાં ગરમાગરમી વચ્ચે કિરેન રિજિજુએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત

Police-Story

કૈલાશ માન સરોવર જતાં યાત્રાળુઓએ ચીનના કોમન કિચનમાં જ ભોજન લેવું પડશે

Police-Story

શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આજે શપથવિધિ

Police-Story

1 comment

Blanca2386 May 4, 2026 at 10:31 pm Reply

Leave a Comment