34.5 C
Ahmedabad
October 3, 2026
International

પેરિસમાં ફૂટબોલ ચાહકોએ હિંસા આચરી ૨૬૪ કાર ખાક, ૭૮૦ લોકોની ધરપકડ

Spread the love

ફૂટબોલ મેચમાં જીતનો ઉત્સાહ બેકાબુ

આઠ હજારથી વધુ પોલીસ તૈનાત છતા અતિ ઉત્સાહી લોકોને કાબુ કરવા મુશ્કેલ બન્યું, ૫૭ અધિકારી ઘાયલ

(સંપૂર્ણ સમાચાર સેવા)
પેરિસ, તા.૧ જૂન ૨૦૨૬ — પેરિસમાં ફૂટબોલ ખેલના ચાહકો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જેને પગલે સમગ્ર પેરિસમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવી પડી હતી ઉપરાંત અત્યાર સુધીમાં ૭૮૦થી વધુ નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે નાગરિકોના રોષનો ભોગ બનેલી પોલીસના ૫૭ અધિકારીઓ ઘાયલ થયા હતા. ફુટબોલ મેચમાં પેરિસ સેન્ટ જર્મેનની જીત થઇ હતી, જેથી તેમના ચાહકો એટલા ઉત્સાહિત થઇ ગયા હતા કે ખુદ પર કાબુ ગુમાવી દીધો અને હિંસા પર ઉતરી આવ્યા. પેરિસના પ્રખ્યાત એફિલ ટાવર પાસે હજારોની સંખ્યામાં ફૂટબોલ ફેન્સ એકઠા થયા હતા, શરૂઆતમાં તમામ લોકો ડાંસ સંગીત વગેરે દ્વારા જીતનો જશ્ન મનાવી રહ્યા હતા. બાદમાં હિંસા પર ઉતરી આવ્યા હતા, વાહનોને આગ લગાવી દીધી, કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં સળગતી કાર પર ડાંસ કરતા કેટલાક લોકો જોવા મળી રહ્યા છે. જ્યારે હિંસાખોરોએ એક પોલીસ સ્ટેશનને આગ લગાવવા પ્રયાસ કર્યો હતો. કેટલાક લોકોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો જ્યારે તોડફોડ પથ્થરમારો આગજની વગેરે ગુના હેઠળ પોલીસે અત્યાર સુધીમાં ૭૮૦ લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે હિંસાખોરોએ ૨૬૪ કારને આગ લગાવી દીધી હતી જે તમામ બળીને ખાખ થઇ ગઇ હતી. ઇલેક્ટ્રિક બાઇકોને પણ આગ લગાવાઇ હતી, દુકાનોના ગ્લાસ તોડી નખાયા હતા, સ્ટેડિયમ આસપાસની બેકરીઓ અને રેસ્ટોરાંમાં ભારે તોડફોડ કરાઇ હતી. બેકાબુ ટોળાએ પોલીસ પર ફટાકડા ફેંક્યા હતા. હિંસા થશે તેવી જાણકારી મળતા અગાઉથી જ સમગ્ર દેશમાં ૨૨૦૦૦ પોલીસકર્મીઓ તૈનાત કરી દેવાયા હતા. જેમાથી માત્ર પેરિસમાં જ આઠ હજારથી વધુની તૈનાતી કરાઇ હતી. સમગ્ર પેરિસનો વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. પોલીસે આશરે ૭૮૦થી વધુ હિંસાખોરોની ધરપકડ કરી છે જ્યારે બીજી તરફ ૫૭ જેટલા પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે.

 

Related posts

હોર્મુઝમાં ફરી વખત ઓઈલ ટેન્કર પર મિસાઇલ હુમલો

Police-Story

ઈરાનના ડ્રોન હુમલા બાદ અમેરિકાએ વળતો પ્રહાર કર્યો

Police-Story

આફ્રિકાના જંગલોમાં અમેરિકન સેનાનું સ્પેશિયલ ઓપરેશન!

Police-Story

Leave a Comment