34.2 C
Ahmedabad
October 2, 2026
National

‘ભારતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જ પડશે, નહીંતર અર્થતંત્ર પર અસર થશે’

Spread the love

IMFની ચેતવણી

ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલતા તનાવના લીધે ક્રૂડ ઓઇલના પુરવઠા પર અસર પડી છે. તેના લીધે ક્રૂડની કિંમત સતત વધી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૭ મે ૨૦૨૬ — અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધની વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. આ દરમિયાન આઇએમએફ (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ)ના એશિયા પેસિફિક વિભાગના ડિરેક્ટર કૃષ્ણ નિવાસને જણાવ્યું છે કે ભારત સરકારે વહેલા કે મોડા ભાવ વધારવા જ પડશે, જો નહીં વધારે તો અર્થતંત્ર પર અસર પડશે. તેની વચ્ચે ભારત સરકારે ભાવમાં વધારો નહી કરવાનું રટણ જારી રાખ્યું છે.તેમનું કહેવું છે કે ભારતે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કરવા પર ધ્યાન આપવું પડશે. તેમણે જણાવ્યું હતું કે જો ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થયો હોવા છતાં તેના ભાવમાં વધારો કરવામાં ન આવ્યો તો તેની સીધી અસર બજાર પર પડશે. તેમણ એમ પણ જણાવ્યું હતું કે જો ખાતરની કિંમત ઘટાડવામાં આવે તો લોકોના ખિસ્સા પર ઓછી અસર પડશે.ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલતા તનાવના લીધે ક્રૂડ ઓઇલના પુરવઠા પર અસર પડી છે. તેના લીધે ક્રૂડની કિંમત સતત વધી રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ ૧૧૦ ડોલર ઉપર ટ્રેડ થઈ રહી છે. ૩૦ એપ્રિલ સુધી ભારતના ક્રૂડ બાસ્કેટ પ્રતિ બેરલ ૧૧૮.૭૦ ડોલરના હિસાબે ચાલી રહ્યું હતું. મધ્યપૂર્વનો તનાવ ફેબુ્રઆરી ૨૦૨૬થી ચાલી રહ્યો છે. તેના કારણે ફક્ત પેટ્રોલ-ડીઝલ જ નહીં કોમર્સિયલ અને ગેસના બાટલાના ભાવમાં પણ વધારો થયો છે. ફક્ત એટલું જ નહીં દેશભરના લોકો તેની કમીનો સામનો કરી રહ્યા છે. આવામાં આઇએમએફ તરફથી આવેલું નિવેદન ઊંઘ ઉડાડી દેનારું છે.

Related posts

૧૮ અત્યાધુનિક હથિયારો સાથે ૯ શખ્સોની ધરપકડ

Police-Story

થોડા દિવસોમાં દિલ્હીમાંથી હટી જશે ભાજપ સરકાર

Police-Story

પેટ્રોલની નિકાસ પર ૩ વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત

Police-Story

Leave a Comment