34 C
Ahmedabad
October 3, 2026
CrimeGujarat

મહિધરપુરામાં નશાનો કારોબાર, MD ડ્રગ્સ બે પેડલર ઝડપાયા

Spread the love

ગુપ્ત બાતમીના આધારે પોલીસની રેડ

પોલીસે ૪.૧૭૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૨૭ મે ૨૦૨૬ — સુરત શહેરમાં નશાના દૂષણને ડામવા માટે પોલીસ કમિશનરના આદેશ અનુસાર, ચલાવવામાં આવી રહેલી ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ ઝુંબેશ અંતર્ગત મહિધરપુરા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને પ્રતિબંધિત એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર, મહિધરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલા છે, અને કેમિકલ યુક્ત ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં બે શખ્સોને આંતર્યા હતા. તેમની ઝડતી લેતા તેમની પાસેથી કેમિકલ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ૪.૧૭૦ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની બજાર કિંમત રૂ. ૪૮,૬૧૦ આંકવામાં આવી છે. આ સિવાય અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂપિયા ૪૮ હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.મહિધરપુરા પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ મામલે પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને સુરતમાં કોને સપ્લાય કરવાનું હતું, તે દિશામાં પોલીસ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે.

Related posts

અમદાવાદ શહેરના સિંધુભવન અને થલતેજમાં ચાલતા હુક્કાબાર પર દરોડા

Police-Story

બિનજરૂરી બેરિકેડ હટાવો, તૂટેલા રસ્તા તાત્કાલિક રીપેર કરો

Police-Story

૧૦ કિલો હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ બે શખસની ધરપકડ

Police-Story

Leave a Comment