34.2 C
Ahmedabad
October 2, 2026
CrimeGujarat

૧ હજાર કરોડનું કોકેઈન ઝડપાયું, ATS–કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન

Spread the love

કચ્છના દરિયામાં નશાનો મોટો પર્દાફાશ

આ ડ્રગ્સ બ્રાઝીલથી લોડ કરવામાં આવ્યું હતું અને કરાંચી મારફતે દરિયાઈ માર્ગે લાવવામાં આવી રહ્યું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છ, તા.૨૭ મે ૨૦૨૬ — કચ્છમાં ફરી નશાનો સામાન ઝડપાયો છે. ATS, કોસ્ટગાર્ડ અને કસ્ટમ વિભાગની ટીમે મળીને આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં બ્રાઝીલથી ભારતમાં લાવવામાં આવેલો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે. કચ્છના દરિયામાં નશાના સોદાગરો સામે ATSએ મોટી સફળતા મેળવી છે. મધ દરિયે ચાલી રહેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન અંદાજે ૧ હજાર કરોડ રૂપિયાની કિંમતનું કોકેઈન ઝડપી લેવામાં આવ્યું છે. આ કાર્યવાહી Anti Terrorism Squad Gujarat (ATS), કોસ્ટગાર્ડ અને કસ્ટમ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ૧૧૫ કિલો કોકેઈનનો જથ્થો વિદેશથી ભારતમાં લાવવામાં આવ્યો હતો અને તેને દિલ્હી પહોંચાડવાની યોજના હતી. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આ ડ્રગ્સ બ્રાઝીલથી લોડ કરવામાં આવ્યું હતું અને કરાંચી મારફતે દરિયાઈ માર્ગે લાવવામાં આવી રહ્યું હતું.

યુરોપના MSC નામના જહાજમાંથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે. મધ દરિયે શિપને અટકાવીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ૨૬ તારીખે વહેલી સવારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં અંદાજે ૧૧૦ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. તપાસ દરમિયાન સેટેલાઇટ ફોન પણ મળી આવ્યા છે, જે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની સંડોવણી તરફ ઈશારો કરે છે.

આ કાર્યવાહી દરમિયાન ATS દ્વારા ૩ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. એક આરોપી દરિયામાં કૂદી ગયો હતો જ્યારે અન્ય બે નાઈજીરિયન શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.માહિતી મુજબ, જુમા નાસીર ઓમાર નામના શખ્સને બોટમાંથી ઝડપવામાં આવ્યો છે. ઉપરાંત દિલ્લી સાથે જોડાયેલા બે વ્યક્તિઓ—કેલ્વિન ચુકવામા અને બ્યારુહંગા જેમ્સની પણ ધરપકડ કરવામાં આવી છે, જે ડ્રગ્સની ડિલિવરી લેવા આવવાના હતા.

તપાસમાં ખુલાસો થયો છે કે ડ્રગ્સ બ્રાઝીલથી લાવવામાં આવ્યું હતું અને મોટા જહાજમાંથી નાની બોટમાં ટ્રાન્સફર કરવાની યોજના હતી. આ સમગ્ર નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું હોવાનું માનવામાં આવે છે.કસ્ટમ વિભાગની ટીમ પણ આ સર્ચ ઓપરેશનમાં જોડાઈ હતી અને સમગ્ર મામલે તપાસ વધુ તેજ કરવામાં આવી છે.

આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે પ્રતિક્રિયા આપી છે કે ગુજરાતને ડ્રગ્સનું ગેટવે બનવા દેવામાં નહીં આવે. આ અગાઉ પણ કચ્છના મુન્દ્રા વિસ્તારમાંથી લગભગ ૨૦૦ કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ વખતે ફરી એકવાર મધ દરિયે મોટી કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને મોટો ઝટકો આપ્યો છે.આ સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

Related posts

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે આજે જગન્નાથજીની જળયાત્રા

Police-Story

પેપરલેસ પરીક્ષાથી દર વર્ષે બચાવશે ૨૪ મિલિયન કાગળ અને ૬૫૦ વૃક્ષો

Police-Story

અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

Police-Story

Leave a Comment