32.2 C
Ahmedabad
October 3, 2026
National

અમેરિકાથી ૩૫ હજારથી વધુ ગુજરાતીઓએ ૧ વર્ષમાં સ્વદેશ પરત ફરવું પડશે, ટ્રમ્પ

Spread the love

H-1B અને L-1 વિઝા ધારકો પર મોટી આફત

આ પરિસ્થિતિમાં વિવિધ અંદાજો અનુસાર ગુજરાતમાંથી આશરે ૩૫,૦૦૦ લોકો આગામી ૬થી ૧૨ મહિનામાં પાછા આવી શકે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૫ મે ૨૦૨૬ — પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નવા આદેશ સાથે યુનાઇટેડ સ્ટેટ્‌સની ઇમિગ્રેશન પોલિસીમાં આવેલા ગ્રીનકાર્ડ ધારકોના પરત આવવાના મોટા ફેરફારને કારણે ગુજરાતમાં એક મોટી ચર્ચા ચાલી રહી છે. અમેરિકાની USCISના ૨૨ મે ૨૦૨૬ના નવા મેમો અનુસાર, ગ્રીન કાર્ડ મેળવવા માટે ઘણા લોકોએ અમેરિકા છોડીને પોતાના દેશમાં પાછા આવીને અરજી કરવી પડશે.

આ પરિસ્થિતિમાં વિવિધ અંદાજો અનુસાર ગુજરાતમાંથી આશરે ૩૫,૦૦૦ લોકો આગામી ૬થી ૧૨ મહિનામાં પાછા આવી શકે છે.

આ ૩૫ હજારનો આંકડો મુખ્યત્વે H-1B, L-1 અને અન્ય વર્ક વિઝા પર અમેરિકામાં કામ કરતા ગુજરાતી પ્રોફેશનલ્સને વધુ લાગુ પડી રહ્યો છે. અમદાવાદ, આણંદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાંથી આ લોકોની સંખ્યા વધુ છે. અસંખ્ય ગુજરાતીઓને નોકરીની અનિશ્ચિતતાને કારણે પાછા આવવું પડી રહ્યું છે.

અમદાવાદ સ્થિત વિઝા એજન્ટોના મતે આ લોકો માટે સ્થિતિ એ રીતે કપરી છે કે ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા લોકો ઘણાં લાંબા સમયથી અમેરિકા રહે છે અને હવે તેમને પરત આવવાથી તેમનું ફરી અહીં સેટ થઈને અરજી કરવી વધુ કપરી સાબિત થશે. ગ્રીન કાર્ડની અરજીની પ્રક્રિયા કોઈ સામાન્ય પ્રક્રિયા નથી પરંતુ લાંબી પ્રક્રિયા છે. આ બહાને એક રીતે ટ્રમ્પે આડકતરી રીતે ફરી એકવાર ભારતીયોને પાછા મોકલવાની પ્રક્રિયા હાથ ધરી છે.

સૌથી વધુ જોવા મળતા કેસ H-1B વિઝા ધારકોના છે. ટેક્નોલોજી, આઈટી, એન્જિનિયરિંગ અને હેલ્થકેર ક્ષેત્રે કામ કરતા ગુજરાતી પ્રોફેશનલ્સ EB-2 અને EB-3 કેટેગરીમાં ગ્રીન કાર્ડ માટે અરજી કરી રહ્યા છે. આ લોકોમાં ઘણા અમદાવાદ, સુરત અને વડોદરાના છે. તેઓ પરિવાર સાથે લાંબા સમયથી અમેરિકામાં રહેતા હતા અને હવે ગ્રીન કાર્ડ મેળવવા માટે પાછા આવી રહ્યા છે. L-1 વિઝા પર મલ્ટિનેશનલ કંપનીઓમાં કામ કરતા મેનેજર્સ અને એક્ઝિક્યુટિવ્સના કેસ પણ વધુ જોવા મળે છે. આ લોકો ઈમ્-૧ઝ્ર કેટેગરીમાં અરજી કરે છે. ડાયમંડ, ટેક્સટાઈલ અને ફાર્મા બિઝનેસ સાથે જોડાયેલા ગુજરાતી વ્યવસાયિકોમાં આ પ્રકારના કેસ વધુ છે.

Related posts

હિન્દુ રહેવા માટે મંદિરે જવું કે પૂજા પાઠ કરવા જરૂરી નથી

Police-Story

ધર્મેન્દ્ર શિક્ષણ, નિર્મલા નાણાં ખાતું ગુમાવી શકે

Police-Story

BJPની નવી ટીમ સાથે PM મોદીની સાડા ચાર કલાક બેઠક

Police-Story

Leave a Comment