33 C
Ahmedabad
October 2, 2026
Gujarat

આગામી સાત દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી

Spread the love

હવામાન વિભાગના વેધર રિપોર્ટમાં જણાવાયું

હાલમાં ચોમાસાની લાઇન હિંદ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિવિધ અક્ષાંશ-રેખાંશ પરથી પસાર થઈ રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૩ જૂન ૨૦૨૬ — ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે આગામી નવમી જૂન સુધી ગુજરાતનું તાપમાન કેવું રહેશે તે અંગે પણ આગાહી કરી છે.

હવામાન વિભાગે (IMD) જાહેર કરવામાં આવેલા તાજા હવામાન બુલેટિન મુજબ, દેશમાં નૈઋત્યના ચોમાસાના આગળ વધવા માટે સંપૂર્ણ સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. ચોમાસું ૪ જૂન સુધીમાં વધુ આગળ વધશે.

હાલમાં ચોમાસાની લાઇન હિંદ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિવિધ અક્ષાંશ-રેખાંશ પરથી પસાર થઈ રહી છે. આગામી ૪ જૂનની આસપાસ ચોમાસું દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રના વધુ ભાગો, લક્ષદ્વીપ ટાપુઓ, કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં આગળ વધશે. આ સાથે જ બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ, મધ્ય-પશ્ચિમ, મધ્ય-પૂર્વ અને ઉત્તર-પૂર્વના ભાગોમાં પણ ચોમાસું સક્રિય બને તેવી પૂરેપૂરી સંભાવના છે.

આજના વેધર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશ તરફ ફંટાયું છે. આ સિસ્ટમ હવે ગુજરાત માટે બિનઅસરકારક એટલે કે બિનમહત્વપૂર્ણ બની ગઈ છે, જેથી રાજ્યમાં મોટી આફતની કોઈ શક્યતા નથી. ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી ઉપર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્‌યુલેશન તરીકે સક્રિય થયું છે. સેન્ટ્રલ પાકિસ્તાન અને તેની આસપાસના ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન તેમજ ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર બનેલા અપર એર સાયક્લોનિક સર્ક્‌યુલેશન હવે નબળા પડ્યા છે. હાલના તબક્કે સમગ્ર ક્ષેત્રમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.

વેધર મેપમાં આપેલી માહિતી પ્રમાણે, પાંચમી તારીખે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર તથા છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

વેધર મેપમાં જણાવ્યા પ્રમાણે, છઠ્ઠી અને સાતમી તારીખે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

Related posts

અમદાવાદમાં નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ

Police-Story

જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ મંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર કરાયો

Police-Story

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા

Police-Story

Leave a Comment