33.2 C
Ahmedabad
October 2, 2026
Gujarat

આજે ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર

Spread the love

વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક WhatsApp નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ પર મોકલીને પણ પોતાનું પરિણામ તરત જ મેળવી શકશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૫ મે ૨૦૨૬ — ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB)ની ધોરણ-૧૦ માટે વર્ષ ૨૦૨૬ની પરીક્ષા ૨૬ ફેબ્રુઆરીથી ૧૬ માર્ચ દરમિયાન યોજાઈ હતી. જેમાં રાજ્યના ૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ ધોરણ-૧૦ (SSC)નું પરિણામ આવતીકાલે એટલે કે ૬ મેના રોજ GSEB બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)ની ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. બધુવારે(૬ મે) સવારે ૮ વાગ્યે ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને વિદ્યાર્થીનો બેઠક ક્રમાંક નંબર દાખલ કરીને પરિણામ જોઈ શકાશે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક WhatsApp નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ પર મોકલીને પણ પોતાનું પરિણામ તરત જ મેળવી શકશે. બોર્ડની અખબારી યાદી મુજબ, ગુણપત્રક અને પ્રમાણપત્ર શાળાઓમાં મોકલવા અંગેની સૂચનાઓ હવે પછી આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને પરિણામ બાદ ગુણચકાસણી કરાવવી હોય તો તેના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ઉપરાંત, નામ સુધારા કે પૂરક પરીક્ષા ૨૦૨૬ માટેના ફોર્મ ભરવા અંગેની વિગતો પણ ટૂંક સમયમાં બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

Related posts

કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું, નિયમ તોડ્યો તો જેલભેગા થશો

Police-Story

અમદાવાદમાં નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ

Police-Story

ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણયઃ ૧૧૧ કર્મચારીઓની બદલી

Police-Story

1 comment

Ayla1088 May 7, 2026 at 2:34 pm Reply

Leave a Comment