28.7 C
Ahmedabad
October 2, 2026
CrimeGujarat

યુવતી પર આઠ મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

Spread the love

લગ્નની લાલચ આપી દુષ્કર્મ

પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર, તા.૨ ઓગસ્ટ ૨૦૨૬ — જામનગરમાં લગ્નની લાલચ આપી યુવતી પર આશરે આઠ મહિના સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જામનગરની એક યુવતીનો શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા યશરાજસિંહ પૃથ્વીસિંહ સોઢા સાથે પરિચય થયો હતો. આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની ખાતરી આપીને તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદ અનુસાર, આરોપી યુવતીને પોતાના ઘરે તેમજ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક સરકારી આવાસ પાછળની અવાવરુ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. આશરે આઠ મહિના બાદ આરોપીએ યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

આખરે યુવતીએ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતાં સિટી સી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કેસના તપાસ અધિકારી પી.આઈ. એન. બી. ડાભીની ટીમે આરોપીની ધરપકડ કરી છે. આરોપીની વધુ પૂછપરછ કરવા તેમજ રિમાન્ડ મેળવવા માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.

Related posts

અદાણી ગેસે પ્રતિ કિલોગ્રામ ૨ રૂપિયાનો વધારો ઝીંક્યો

Police-Story

અમદાવાદમાં રોમિયોના ત્રાસથી સગીરાનો આપઘાત

Police-Story

અમદાવાદ RTOમાં લાયસન્સ કઢાવવા AI ટ્રેકમાં ટેસ્ટ ફરજીયાત

Police-Story