34 C
Ahmedabad
October 2, 2026
National

પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું

Spread the love

નેપાળમાં ડીઝલના ભાવમાં ૧૨ નો મોટો ઘટાડો

ટ્રાન્સપોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ખર્ચ વધતા મોંઘવારી આસમાને પહોંચવાની આશંકા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈસ્લામાબાદ,તા.૧ મે ૨૦૨૬ — દક્ષિણ એશિયામાં અત્યારે ઇંધણના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. આર્થિક સંકટમાં ડૂબેલા પાકિસ્તાનમાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મસમોટો વધારો ઝીંક્યો છે, જ્યારે પડોશી દેશ નેપાળમાં તેલના ભાવ ઘટાડીને જનતાને મોટી રાહત આપવામાં આવી છે.

પેટ્રોલઃ પ્રતિ લિટર ૬.૫૧ રૂપિયાનો વધારો થતા નવો ભાવ ૩૯૯.૮૬ પાકિસ્તાની રૂપિયા થયો છે.

ડીઝલઃ હાઈ-સ્પીડ ડીઝલમાં અધધ ૧૯.૩૯ રૂપિયાનો વધારો કરાયો છે, જેનાથી તેની કિંમત ૩૯૯.૫૮ રૂપિયા પર પહોંચી ગઈ છે.

અસરઃ ટ્રાન્સપોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ખર્ચ વધતા મોંઘવારી આસમાને પહોંચવાની આશંકા છે. નિષ્ણાતોના મતે હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ અને ક્રૂડ ઓઈલના વધતા વૈશ્વિક ભાવ પાકિસ્તાન માટે ઘાતક સાબિત થયા છે.

પાકિસ્તાનથી ઉલટું નેપાળ (દ્ગીટ્ઠઙ્મ) ઓઈલ નિગમે ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો છેઃ

ડીઝલઃ પ્રતિ લિટર ૧૨ રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.પેટ્રોલઃ પ્રતિ લિટર ૨ રૂપિયા સસ્તું થયું છે.

આ નવા દરો ગઈ રાતથી જ અમલી બની ગયા છે, જેનાથી ત્યાં ટ્રાન્સપોર્ટ ખર્ચમાં ઘટાડો થશે.

ભારત-નેપાળ સરહદ પર શું સ્થિતિ?
નેપાળમાં ભાવ ઘટવા છતાં ભારત-નેપાળ સરહદ પર સ્થિતિ રસપ્રદ છે. બિહારના રક્સૌલ જેવા વિસ્તારોમાં ઇંધણના ભાવ નેપાળ કરતા હજુ પણ ઓછા હોવાથી સરહદી વિસ્તારોમાં તેલની ખરીદી માટે લોકો ભારત તરફ વળે તેવું અનુમાન છે.

Related posts

પાકિસ્તાનમાં આતંકીઓનો ખાતમો,એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર

Police-Story

ટ્રાય સિરીઝ ફાઈનલમાં ઈન્ડિયા-A ચેમ્પિયન, શ્રીલંકાને ૬૬ રનથી હરાવ્યું

Police-Story

આજથી લાગું થયો ભારત-ઓમાન CEPA કરાર

Police-Story

2 comments

Spencer4490 May 2, 2026 at 2:38 pm Reply
Aline2043 May 3, 2026 at 7:17 am Reply

Leave a Comment