29.1 C
Ahmedabad
October 3, 2026
Gujarat

રાજ્ય સરકારની ૬૫ ટકા સેવાઓ ડિજિલોકર સાથે જોડાઈ

Spread the love

ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત કરાયું

આઇ.ટી નિયમ-૨૦૧૬ અંતર્ગત ડિજિલોકરમાં રાખવામાં આવેલા દરેક દસ્તાવેજ તેના મૂળ દસ્તાવેજ સમાન કાયદાકીય ખરાઇ ધરાવે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૨ મે ૨૦૨૬ — રાજ્ય સરકારે રાજ્યની ૬૫ ટકા સેવાઓને ડિજિલોકર સાથે જોડીને ડિજિટલ ગવર્નન્સને વધુ સરળ, ઝડપી અને નાગરિક કેન્દ્રિત બનાવ્યું છે.જેના પરિણામે રાજ્યના ૧.૯૨ કરોડથી વધુ નાગરિકો સુધી ડિજિટલ સેવાઓ અત્યંત સરળતાથી પહોંચી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વિજ્ઞાન તથા પ્રોદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વ હેઠળ ગુજરાતે આ ક્ષેત્રે અસાધારણ પ્રગતિ કરી છે.

આ ઉપરાંત બસ પરિવહન ક્ષેત્રે ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગની નવીનતા માટે પણ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત કરાયું છે.ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી- DST અનુસાર, રાજ્યમાં હવે ડિજિટલ દિવ્યાંગતા પ્રમાણપત્રો પણ ડિજિલોકર પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેને બતાવીને દિવ્યાંગ નાગરિકો સરળતાથી નિઃશુલ્ક સરકારી પરિવહનનો લાભ મેળવી શકે છે. વડાપ્રધાન મોદીના ’ડિજિટલ ઇન્ડિયા’ અને ’વિશ્વસનીય ડિજિટલ ગવર્નન્સ’ના વિઝનને કેન્દ્રસ્થાને રાખીને દેશભરમાં નાગરિક સેવાઓને સીમલેસ બનાવવા માટે નેશનલ ઇ-ગવર્નન્સ ડિવિઝન -દ્ગીય્ડ્ઢ સતત કાર્યરત છે.

ડિજિલોકર એ વડાપ્રધાન મોદીના ‘ડિજિટલ ઈન્ડિયા’ કાર્યક્રમ અંતર્ગત ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય-MeitYની એક પહેલ છે. જેનો ઉદ્દેશ્ય નાગરિકોના ડિજિટલ દસ્તાવેજ વોલેટમાં મૂળ દસ્તાવેજોની પહોંચ આપીને તેમનું ડિજિટલ સશક્તીકરણ કરવાનો છે.ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ડિજિલોકર સુરક્ષિત, અધિકૃત દસ્તાવેજોનું કોઇ પણ સ્થાન અને સમયે ઉપલબ્ધતાના પેપરલેસ સોલ્યુશન તરીકે કાર્ય કરે છે.આઇ.ટી નિયમ-૨૦૧૬ અંતર્ગત ડિજિલોકરમાં રાખવામાં આવેલા દરેક દસ્તાવેજ તેના મૂળ દસ્તાવેજ સમાન કાયદાકીય ખરાઇ ધરાવે છે.

ડિજિલોકર ડ્રાઇવીંગ લાયસન્સથી લઇને શૈક્ષણિક દસ્તાવેજો સુધીની વિશ્વસનીય ઉપલબ્ધતાને સુગમ રીતે સુનિશ્ચિત કરે છે. સરકારી કચેરીઓમાં રૂબરૂ જઈને અસલ દસ્તાવેજોની ભૌતિક ચકાસણી કરાવવાની જરૂરિયાતો ઘટતા સામાન્ય લોકો માટે ‘Ease of Living’ માં નોંધપાત્ર સુધારો થયો છે.આ સિસ્ટમ પેપરલેસ ગવર્નન્સના ખ્યાલ પર કાર્ય કરે છે. ડિજિલોકર દ્વારા ઉપલબ્ધ દસ્તાવેજો ઇસ્યુઅર પાસેથી રીઅલ-ટાઇમમાં મળતા હોવાથી તે સંપૂર્ણપણે વિશ્વસનીય હોય છે. તે નાગરિકની સંમતિથી દસ્તાવેજ ઇસ્યુઅર અને તેની ચકાસણી કરનાર વચ્ચે પેમેન્ટ ગેટવેની જેમ એક સુરક્ષિત દસ્તાવેજ વિનિમય પ્લેટફોર્મ તરીકે કામ કરે છે, જે રીઅલ-ટાઇમ વેરિફિકેશન મોડ્યુલ દ્વારા ડેટાની ત્વરિત અને સુરક્ષિત ચકાસણી સુનિશ્ચિત કરે છે.

Related posts

દેશના ૧૬ રાજ્યોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ

Police-Story

સોમવારથી મેટ્રો સેવાઓનો સમય લંબાવીને રાત્રિના ૧૧ઃ૦૦ વાગ્યા સુધીનો કરાશે

Police-Story

પોલીસકર્મીઓ જ માસ્ટરમાઇન્ડ નીકળ્યા, ૩ આરોપી ઝડપાયા

Police-Story

Leave a Comment