34 C
Ahmedabad
October 2, 2026
National

વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ

Spread the love

૮૧ હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના પ્રહાર

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અંદામાન-નિકોબારમાં શરૂ થનારા ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ સામે સખત વાંધો ઉઠાવ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૯ એપ્રિલ ૨૦૨૬ — કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અંદામાન-નિકોબારમાં શરૂ થનારા ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. હાલમાં જ ગ્રેટ નિકોબારના કેમ્પબેલ બેની મુલાકાત લીધા બાદ તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોટું કૌભાંડ છે. રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી હતી કે વિકાસના નામે પેઢીઓ જૂના ૧૬૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા અમૂલ્ય જંગલોનો નાશ કરવામાં આવશે, જે ખરેખર વિકાસ નહીં પણ વિનાશ નોતરનારી બાબત છે. આ પ્રોજેક્ટને તેમણે પ્રકૃતિ અને આદિવાસી સંસ્કૃતિ વિરુદ્ધનો મોટો ગુનો ગણાવ્યો છે.

પોતાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ સ્થાનિક નિકોબારી સમુદાય અને આદિવાસી નેતાઓ સાથે સીધી વાતચીત કરી હતી. આદિવાસીઓએ પોતાની ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, સરકાર તેમની વાત સાંભળ્યા વગર આ પ્રોજેક્ટ આગળ વધારી રહી છે, જેના કારણે તેમની જમીન, ઘર અને રોજગારી છીનવાઈ જવાનો ડર છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે આ પ્રોજેક્ટમાં સ્થાનિક લોકોના હિતોને બાજુ પર મૂકીને માત્ર મોટા ઉદ્યોગપતિઓને જ ફાયદો કરાવવાની તૈયારી છે. આ મુલાકાત દરમિયાન તેમણે ભારતના દક્ષિણ છેડે આવેલા ઇન્દિરા પોઇન્ટની પણ મુલાકાત લીધી હતી અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી હતી.

બીજી તરફ, કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટના ફાયદા ગણાવી રહી છે. સરકારના જણાવ્યા અનુસાર, અંદાજે ૮૧,૦૦૦ કરોડના આ પ્રોજેક્ટમાં એક આધુનિક ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ, પાવર પ્લાન્ટ અને નવા શહેરનું નિર્માણ કરવાની યોજના છે.

આ પરિયોજનાથી દરિયાઈ વેપાર, કનેક્ટિવિટી અને દેશની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનશે તેવો સરકારનો દાવો છે.
હાલમાં આ પ્રોજેક્ટ મુદ્દે રાજકારણ ગરમાયું છે, જેમાં એક તરફ દેશના વિકાસ અને સુરક્ષાની દલીલ છે, તો બીજી તરફ પર્યાવરણ અને આદિવાસી સંસ્કૃતિના રક્ષણનો સવાલ છે.

Related posts

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૯૯૩નો વધારો

Police-Story

રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ

Police-Story

ભાજપ સામે ટક્કર લેવી હોય, તો પક્ષમાં બહાદુર લોકોની ટીમ હોવી જરૂરી છે

Police-Story

3 comments

Alyssa3687 May 1, 2026 at 2:46 am Reply
Betty4512 May 1, 2026 at 11:00 am Reply
Caiden48 May 1, 2026 at 12:57 pm Reply

Leave a Comment