34 C
Ahmedabad
October 2, 2026
NationalPolitics

શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય, બોર્ડર હવે બીએસએફને હવાલે

Spread the love

બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં નિર્ણય

અગાઉની મમતા બેનર્જી સરકાર દ્વારા અટકાવવામાં આવેલી કેન્દ્રીય યોજનાઓને હવે બંગાળમાં લીલી ઝંડી મળી

(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૧૧ મે ૨૦૨૬ — પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભાજપ સરકારના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પ્રથમ કેબિનેટ બેઠકમાં જ અનેક ઐતિહાસિક અને મહત્ત્વના નિર્ણયો લીધા છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રથમ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક સોમવારે મળી હતી. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં આ બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે.

કેબિનેટનો સૌથી મહત્ત્વનો નિર્ણય બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરી રોકવા અંગેનો છે. સરકારે બાંગ્લાદેશ સરહદને અડીને આવેલી જમીન BSF (સીમા સુરક્ષા દળ) ને સોંપવાનો નિર્ણય કર્યો છે જેથી ત્યાં યોગ્ય રીતે ફેન્સિંગ (વાડ) કરી શકાય. જમીન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા આજથી જ શરૂ થઈ જશે અને આગામી ૪૫ દિવસમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે. આ નિર્ણયથી બંગાળમાં લાંબા સમયથી ચાલી આવતી ગેરકાયદેસર ઘૂસણખોરીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

અગાઉની મમતા બેનર્જી સરકાર દ્વારા અટકાવવામાં આવેલી કેન્દ્રીય યોજનાઓને હવે બંગાળમાં લીલી ઝંડી મળી ગઈ છેઃ
આયુષ્માન ભારતઃ કેન્દ્રની આ આરોગ્ય યોજના હવે પશ્ચિમ બંગાળમાં પણ લાગુ થશે, જેનાથી ગરીબ પરિવારોને મફત સારવારનો લાભ મળશે.

ભારતીય ન્યાય સંહિતા (BNS): દેશભરમાં અમલી બનેલા નવા કાયદા ’ભારતીય ન્યાય સંહિતા’ ને હવે બંગાળમાં પણ સત્તાવાર રીતે લાગુ કરવામાં આવી છે.

વસ્તી ગણતરી (Census): જૂન ૨૦૨૫ ના વસ્તી ગણતરી અંગેના કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરિપત્રનો અમલ કરવાની પણ મંજૂરી અપાઈ છે.

શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે સરકારે મોટી જાહેરાત કરી છે.

શાળાના શિક્ષકોની નોકરી માટે અરજી કરનારા ઉમેદવારોની વયમર્યાદામાં ૫ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલું આ વચન પ્રથમ કેબિનેટમાં જ પૂરું કરવામાં આવ્યું છે.

Related posts

અમેરિકા-ઈરાન વાટાઘાટો વચ્ચે ઓઇલ અંગે ભારત અને રશિયાએ કર્યો ખેલ

Police-Story

મોદીએ સંસ્કૃત શ્લોક દ્વારા આપ્યો દેશવાસીઓને પ્રેરણાદાયક સંદેશ

Police-Story

કેન્દ્ર અને ભાજપ સંગઠનમાં મોટા ફેરબદલની શક્યતા

Police-Story

1 comment

Heather4386 May 12, 2026 at 10:07 pm Reply

Leave a Comment