National

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરતમાં કરોડોના કામોનું લોકાર્પણ થયું

Spread the love

અમદાવાદ,

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ખાતેથી દક્ષિણ ગુજરાતમાં રુ.18,778 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમૂહર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ગતિ આપતા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પ્રજાને સમર્પિત કર્યા હતા. દિવસભરના વ્યસ્ત કાર્યક્રમ દરમિયાન તેમણે હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T) પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન  ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ નિર્માણાધીન અદ્યતન સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું.  ત્યારબાદ PM મોદી ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાંથી તેમણે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિત 7 જિલ્લા માટે અંદાજીત રૂ.18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. આ મેગા પ્રોજેક્ટ્સમાં રૂ.13,926 કરોડના મહત્વકાંક્ષી કાર્યોનું લોકાર્પણ અને રૂ.4,852 કરોડના વિવિધ 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

સુરતમાં જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના સંકલ્પને ફરી એકવાર લોકો સુધી પહોંચાડ્યો હતો.  તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતની જનતાએ સતત સેવા અને વિકાસના મિશનને મજબૂત સમર્થન આપ્યું છે. હવે વધુ મહેનત કરીને વિકાસની ગતિને આગળ વધારવાની જરૂર છે. ગુજરાત અને ભારત બંનેને વિકસિત બનાવવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે અને જનસમર્થન આ મિશનનો આધાર છે.

Related posts

૨૬ જુલાઈએ મુંબઈમાં રસ્તા પર ઊતરશે ઠાકરે બંધુઓ

Police-Story

પહેલીવાર ૧૫મી ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીરથી ગૂંજશે વંદે માતરમ

Police-Story

કોંગ્રેસે ‘વંદે માતરમ’ ના બે ટુકડા કર્યા, બે છંદ ગાવાનો નિર્ણય રાષ્ટ્રવિરોધી

Police-Story

Leave a Comment