33.2 C
Ahmedabad
October 2, 2026
International

૧ અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં

Spread the love

શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી

આ કાર્યવાહી ઇકોનોમિક ફ્યુરી અભિયાન હેઠળ કરવામાં આવી છે, જેનો હેતુ ઇરાનની નાણાકીય શક્તિને તોડી પાડવાનો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૩૦ મે ૨૦૨૬ — અમેરિકાએ ઇરાન વિરુદ્ધ આર્થિક દબાણ અભિયાનને વધુ તેજ કરી દીધું છે. વોશિંગ્ટને તેહરાનને મોટો આર્થિક ઝટકો આપતાં ઇરાન સાથે જોડાયેલા આશરે ૧ અબજ ડોલરના (રૂપિયા ૮૦૦૦ કરોડથી વધુ) ક્રિપ્ટોકરન્સી ફંડ જપ્ત કરી લીધા હોવાનો દાવો કર્યો છે.

અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી અમેરિકાના ઓપરેશન ઇકોનોમિક ફ્યુરી અભિયાન હેઠળ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ ઇરાનની નાણાકીય શક્તિને તોડી પાડવાનો છે.

ફોક્સ બિઝનેસના એક કાર્યક્રમમાં વાતચીત દરમિયાન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટિએ જણાવ્યું કે, અમે ઇરાનના આશરે એક અબજ ડોલરના ક્રિપ્ટો ફંડને ફ્રીઝ કરી દીધા છે અને સીધા તેમના ડિજિટલ વોલેટ્‌સ પર કબજો મેળવી લીધો છે. તેમણે દાવો કર્યો કે, તાજેતરના અઠવાડિયામાં કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી અને આર્થિક પ્રતિબંધોએ ઇરાનને ગંભીર નાણાકીય સંકટમાં ધકેલી દીધું છે.

બેસેન્ટના મતે, છેલ્લા ૫ થી ૬ અઠવાડિયામાં અમેરિકી સૈન્ય અભિયાન અને આર્થિક દબાણે ઇરાનની કમર તોડી નાખી છે. દેશની આર્થિક સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે ઇરાનના સૈન્ય અને સુરક્ષા કર્મચારીઓને સમયસર પગાર પણ મળી રહ્યો નથી. આ સાથે જ ત્યાં મોંઘવારી આસમાને પહોંચી છે અને સરકારને લોકો માટે ફૂડ વાઉચર જેવી યોજનાઓ શરૂ કરવાની ફરજ પડી છે.

અમેરિકી ટ્રેઝરી સેક્રેટરીએ ખુલાસો કર્યો હતો કે, માર્ચ ૨૦૨૫માં શરૂ કરાયેલા ઓપરેશન ઇકોનોમિક ફ્યુરી અંતર્ગત ઇરાનના બેંક ખાતાઓ, વિદેશી સંપત્તિઓ અને આખા ફાઇનાન્સિયલ નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકા પોતાના યુરોપીયન સાથી દેશો સાથે મળીને ઇરાન સાથે જોડાયેલા આલીશાન બંગલા, વિલા અને અન્ય મિલકતોને પણ જપ્ત કરી રહ્યું છે. બેસેન્ટે આક્ષેપ કર્યો હતો કે ઇરાનનું નેતૃત્વ વિવિધ માધ્યમો દ્વારા દર મહિને ૪૦ થી ૫૦ કરોડ ડોલર મેળવતું હતું, પરંતુ અમેરિકાની આ આકરી કાર્યવાહી બાદ આ કમાણીના સ્ત્રોત સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે. આ એ પૈસા હતા જે ઇરાનની જનતાના હતા, પરંતુ ત્યાંના ટોચના નેતાઓ પોતાના હિતો માટે તેનો દુરુપયોગ કરી રહ્યા હતા.

ઇરાન સાથે ચાલી રહેલી વાટાઘાટો અંગે પણ બેસેન્ટે મહત્વની ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યું કે, તાજેતરની સૈન્ય કાર્યવાહી બાદ ઇરાનનું ટોચનું નેતૃત્વ હટી ચૂક્યું છે અને અમેરિકા હવે ઇરાનના થર્ડ લેયરના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યું છે. ઇરાનની સત્તા હાલ બે મુખ્ય જૂથોમાં વહેંચાયેલી છે – એક તરફ ધાર્મિક નેતૃત્વ છે, જ્યારે બીજી તરફ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનો પ્રભાવ છે. કોઈપણ કરાર કે સમજૂતી માટે આ બંને પક્ષોને સાથે લાવવા જરૂરી છે.

Related posts

બલૂચિસ્તાનના ક્વેટામાં આત્મઘાતી હુમલો કરીને ટ્રેન ઉડાવી દેવાઈ

Police-Story

ઈઝરાયલ-લેબેનોન વચ્ચે ૪૫ દિવસ માટે યુદ્ધ વિરામ લંબાયું

Police-Story

ઈરાન અમેરિકા કરાર બાદ પણ ગાઝામાં હુમલા યથાવત

Police-Story

Leave a Comment