34.5 C
Ahmedabad
October 3, 2026
Gujarat

૩૮૪ કરોડની ગ્રાન્ટ મેળવી છતાં ૮૨.૪૭ કરોડ જ ખર્ચ્યા

Spread the love

ગુજરાતના ૨૬ લોકસભા સાંસદોએ

ગુજરાતના સાંસદોમાંથી મળેલી ગ્રાન્ટમાંથી સૌથી વધુ રકમ ખર્ચવામાં ભરૂચના મનસુખ વસાવા મોખરે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૫ મે ૨૦૨૬ — ગુજરાતમાંથી રાજ્યસભાની જેમ લોકસભાના સાંસદો પણ તેમને મળેલી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં ઉણા ઉતર્યા હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ૧૮મી લોકસભાને ચોથી જૂને ૩ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ગુજરાતમાંથી ચૂંટાયેલા ૨૬ સાંસદો દ્વારા કુલ રૂપિયા ૩૮૪ કરોડની ગ્રાન્ટમાંથી રૂપિયા ૮૨.૪૭ કરોડ જ ખર્ચવામાં આવ્યા છે. આમ, રાજ્યના સાંસદો તેમને મળેલી ગ્રાન્ટમાંથી ૨૧ ટકાનો જ ઉપયોગ કરી શક્યા છે. લોકસભાના સાંસદોને મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ વિકાસ કામ માટે રૂપિયા ૫ કરોડની ગ્રાન્ટ દર વર્ષે ફાળવવામાં આવે છે. આ રકમથી આશરે ૫ વર્ષના કાર્યકાળમાં રૂપિયા ૨૫ કરોડના વિકાસ કામો ભલામણ કરી શકે છે. સાંસદ દ્વારા માત્ર કામની ભલામણ કરવામાં આવે છે. ખર્ચ અને ટેન્ડર પ્રક્રિયા જિલ્લા કલેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સંબંધિત સરકારી વિભાગ દ્વારા કરવામાં આવે છે. મિનિસ્ટરી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન દ્વારા યોજનાની દેખરેખ થાય છે.ગુજરાતના સાંસદોમાંથી મળેલી ગ્રાન્ટમાંથી સૌથી વધુ રકમ ખર્ચવામાં ભરૂચના મનસુખ વસાવા મોખરે છે. તેમણે મળેલી ૧૪.૭૦ કરોડની ગ્રાન્ટમાંથી ૫.૭૫ કરોડ તેમણે ખર્ચ્યા છે. આમ, તેમણે ૩૯.૧ ટકા રકમનો ઉપયોગ કરેલો છે. મળેલી ગ્રાન્ટમાંથી સૌથી વધુ રકમ ખર્ચવામાં પાટણના ભરતસિંહ ડાભી ૩૭.૯૪ ટકા સાથે બીજા, અમરેલીના ભરત સુતરિયા ૩૪.૬૧ ટકા સાથે ત્રીજા, નવસારીના સી.આર. પાટીલ ૩૩.૮૩ ટકા ચોથા, જૂનાગઢના રાજેશ ચુડાસમા ૩૧.૫૦ ટકા સાથે પાંચમાં સ્થાને છે.૧૫ ટકાથી પણ ઓછી રકમ ખર્ચી હોય તેવા સાંસદોમાં ગાંધીનગરના અમિત શાહ, અમદાવાદ પશ્ચિમના દિનેશ મકવાણા અમદાવાદ અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ, દાહોદના જસવંતસિંહ ભાભોર, બનાસકાંઠાનાં ગેનીબેન ઠાકોર, પંચમહાલના રાજપાલસિંહ જાદવ, જામનગરનાં પૂનમ માડમ, પોરબંદરના ડૉ. મનસુખ માંડવિયા, બારડોલીના પ્રભુભાઈ વસાવાનો સમાવેશ થાય છે.

Related posts

કાલુપુરના વેપારીના નામે આંગડિયામાંથી બારોબાર રૂપિયા ૩૫ લાખ મગાવી ઠગાઈ

Police-Story

રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ

Police-Story

ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત મૂકી રૂપિયા ૭.૫૦ લાખની છેતરપિંડી

Police-Story

Leave a Comment