28.7 C
Ahmedabad
October 2, 2026
CrimeGujarat

અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ૨૯૧ લિટર દેશી દારૂ ઝડપાયો

Spread the love

એકની ધરપકડ કરવામાં આવી

નહેરના કિનારેથી ૫૮,૨૦૦ રૂપિયાનો દારૂ જપ્ત કરાયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૨ ઓગસ્ટ ૨૦૨૬ — અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર નહેરના કિનારેથી પોલીસે ગેરકાયદે વેચાણ માટે સંગ્રહિત કરાયેલો ૨૯૧ લિટર દેશી દારૂ જપ્ત કરીને એક યુવકની ધરપકડ કરી છે. પોલીસે જપ્ત કરાયેલા દારૂની કિંમત ૫૮,૨૦૦ રૂપિયા હોવાનું જણાવ્યું છે. સરખેજ પોલીસ સ્ટેશનની ટીમે શુક્રવાર (૨૧મી ઓગસ્ટ)ની સાંજે કાર્યવાહી હાથ ધરી હતી. સરખેજ-ધોળકા રોડ પર નરીમાનપુરા નહેરથી આશરે ૩૦૦ મીટર દૂર નહેરના કિનારે જાહેર સ્થળે દેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે અજય ચુનારા નામના ૨૨ વર્ષીય યુવકની ધરપકડ કરી છે. અજય સરખેજના ખોડિયારનગરમાં રહે છે અને દૈનિક મજૂરી કામ કરે છે. મૂળ તે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કોડરિયા ગામનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે અજય પાસેથી કુલ ૨૯૧ લિટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત દારૂની ૧૮૦ મિલીલીટરની સેમ્પલ બોટલ પણ કબજે લેવામાં આવી છે.

પોલીસે આરોપી અજય ચુનારા વિરુદ્ધ ગુજરાત દારૂબંધી કાયદાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ગેરકાયદે વેચાણ માટે સંગ્રહિત કરાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવે પોલીસે જપ્ત કરાયેલા દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, તેની પાછળ કોણ છે અને તેના સપ્લાય તથા વિતરણમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Related posts

અમદાવાદમાં ઇબોલા વાઈરસને પગલે એલર્ટ

Police-Story

સાયબર ફ્રોડ કેસમાં પોલીસનો મોટો સપાટો

Police-Story

કેનેડાના વર્ક પરમિટના સપના બતાવી ૯૮.૧૫ લાખની છેતરપિંડી

Police-Story