34 C
Ahmedabad
October 3, 2026
CrimeGujarat

પાલનપુર પાસેથી પકડાયેલા દારૂ કેસમાં P.I. ની બદલી

Spread the love

બૂટલેગરો સાથે સંભવિત મિલીભગત અથવા ફરજમાં નિષ્ક્રિયતા બદલ બે GRD જવાનો સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા,તા.૧૦ જૂન ૨૦૨૬ — સરહદી માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એલસીબી દ્વારા સતત બે સફળ કાર્યવાહી બાદ જિલ્લા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. એક જ વિસ્તારમાંથી રૂ. ૩૦.૭૪ લાખનો વિદેશી દારૂ અને કુલ રૂ. ૪૨.૦૧ લાખનો મુદ્દામાલ ઝડપાતાં જિલ્લા પોલીસ વડાએ માવસરી પોલીસ સ્ટેશનના PIની તાત્કાલિક અસરથી બદલી કરાઇ આવી છે. જ્યારે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. તેમજ બે GRD જવાન વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરાઇ છે.

માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના ચંદનગઢથી એલસીબીએ ૩૦.૭૪ લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. એક જ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ દારૂની બે મોટી હેરાફેરી ઝડપાતાં પ્રાથમિક તપાસમાં બેદરકારી સામે આવતાં માવસરી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.પી. વણઝારાની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. ઉપરાંત કોન્સ્ટેબલ ખેમાભાઈ રામાભાઈને સસ્પેન્ડ કરાયા છે. એટલું જ નહીં, બૂટલેગરો સાથે સંભવિત મિલીભગત અથવા ફરજમાં નિષ્ક્રિયતા બદલ બે ય્ઇડ્ઢ જવાનો સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ માવસરી પોલીસ સ્ટેશનમાં નવા પી.આઈ. તરીકે સી.આર. દેસાઈની નિમણૂક કરી છે. તેમને તાત્કાલિક ચાર્જ સંભાળી સરહદી વિસ્તારમાં દારૂ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. એસ.પી. ચિંતન તેરૈયાની આ કાર્યવાહી બાદ સમગ્ર પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે દારૂની હેરાફેરી, બુટલેગરો સાથેની સાંઠગાંઠ કે ફરજમાં બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. સરહદી વિસ્તારમાં દારૂના કાળા કારોબાર સામે હવે વધુ આક્રમક અભિયાન હાથ ધરવામાં આવશે.

Related posts

દિલ્હીમાં રૂપિયા ૭૦૦ કરોડનું મેડિકલ કૌભાંડ

Police-Story

ગુજરાત ભાજપનું મુસ્લિમ કાર્ડ : ૨૭૭ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી

Police-Story

આગામી સાત દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી

Police-Story