33.4 C
Ahmedabad
October 2, 2026
National

ઈથેનોલના કારણે એન્જિન બગડવાના કોઈ પુરાવા નથી, શુદ્ધ પેટ્રોલ નહીં જ મળે

Spread the love

સંસદમાં સરકારનો જવાબ

નિષ્ણાતોની સલાહ બાદ જ ૨૦૧૩-૧૪ માં ૧.૫૩% થી વધારીને તેને ૨૦૨૫-૨૬ સુધીમાં ૨૦% સુધી પહોંચાડવામાં આવ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૧ જુલાઈ ૨૦૨૬ — દેશભરમાં ઈ૨૦ (૨૦% ઇથેનોલ મિશ્રિત) પેટ્રોલને લઈને ચાલી રહેલી ચર્ચાઓ અને વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં મોટો ખુલાસો કર્યો છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે દેશના પેટ્રોલ પંપો પર શુદ્ધ પેટ્રોલ (ઈ૦) કે ઓછું ઇથેનોલ ધરાવતા ઈ૧૦ પેટ્રોલની સમાંતર સપ્લાય શરૂ કરવાનો કોઈ વિચાર કે પ્રસ્તાવ નથી. રાજ્યસભામાં સાંસદ ડૉ. વી શિવદાસન અને અશોક સિંહ દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ આ માહિતી આપી હતી.પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ઈ૨૦ બળતણના ઉપયોગથી વાહનના એન્જિન ખરાબ થવા, અસામાન્ય ઘસારો થવો કે પ્રદર્શનમાં મોટો ઘટાડો થવા અંગેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા કે પુષ્ટિ થયેલી ફરિયાદો મળી નથી. સોશિયલ મીડિયા અને મીડિયા રિપોટ્‌ર્સમાં ઉઠાવવામાં આવેલી ચિંતાઓનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન, લાંબા સમયની લેબ ટેસ્ટિંગ અને ફીલ્ડ વેલિડેશન કરાવવામાં આવ્યું છે, જેમાં ઈ૨૦ થી વાહનો પર વિપરીત અસર થવાનું સાબિત થયું નથી.સરકારે શુદ્ધ પેટ્રોલ કે ઈ૧૦ ના વેચાણથી ઇનકાર કરવા પાછળ બે મુખ્ય કારણો દર્શાવ્યા છેઃલોજિસ્ટિક્સ અને ખર્ચઃ દેશના ૧ લાખથી વધુ પેટ્રોલ પંપો પર ઈ૦, ઈ૧૦ અને ઈ૨૦ માટે અલગ-અલગ સપ્લાય ચેઈન અને હેન્ડલિંગની વ્યવસ્થા કરવી વ્યાવહારિક નથી. તેનાથી ખર્ચ અને લોજિસ્ટિક્સની જટિલતા ખૂબ વધી જશે.કંપનીઓનો ભરોસો અને વોરંટીઃ ઓટોમોબાઈલ કંપનીઓ ઈ૨૦ પેટ્રોલથી ચાલતી ગાડીઓ પર પોતાની વોરંટી સંપૂર્ણપણે યથાવત રાખી રહી છે. જો કંપનીઓ સંતૃષ્ટ ન હોત તો તેઓ ઈ૨૦ વાહનો બનાવત જ નહીં.મંત્રાલયે જણાવ્યું કે ઇથેનોલ મિશ્રણની શરૂઆત વર્ષ ૨૦૦૧ માં એક પાઇલટ પ્રોજેક્ટ તરીકે થઈ હતી. નિષ્ણાતોની સલાહ બાદ જ ૨૦૧૩-૧૪ માં ૧.૫૩% થી વધારીને તેને ૨૦૨૫-૨૬ સુધીમાં ૨૦% સુધી પહોંચાડવામાં આવ્યું છે. દેશની ઊર્જા સુરક્ષા, પર્યાવરણની સ્થિરતા અને ખેડૂતોના કલ્યાણને ધ્યાનમાં રાખીને ૧ એપ્રિલ ૨૦૨૬ થી ન્યૂનતમ ૯૫ રિસર્ચ ઓક્ટેન નંબર (ર્ઇંદ્ગ) વાળા ઇથેનોલ બ્લેન્ડેડ ઇંધણને નોટિફાય કરાયું છે. હવે જૂના ઇંધણ તરફ પાછા ફરવાથી ઊર્જા સુરક્ષા અને ખેડૂતોને થતા ફાયદા ઓછા થઈ જશે.

Related posts

AAPને ઝટકો, ૭ બળવાખોર સાંસદોના વિલયને મંજૂરી

Police-Story

પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૩-૩ સુધીનો તોતિંગ વધારો ઝિંકાયો

Police-Story

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ, ૩૨ શ્રમિકોના મોત

Police-Story