33 C
Ahmedabad
October 2, 2026
International

એન્ડી બર્નહામ ઇંગ્લેન્ડના ૫૯મા વડાપ્રધાન બન્યા

Spread the love

કિંગ ચાર્લ્સ ત્રીજા સાથે મુલાકાત બાદ પદભાર સંભાળ્યો

હાઉસ ઓફ કોમન્સમાં ૪૦૩ લેબર સાંસદોમાંથી ૩૭૯ સાંસદોમાંથી એન્ડીે પાર્ટી નેતૃત્વ માટે એકમાત્ર ઉમેદવાર હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
લંડન, તા.૨૧ જુલાઈ ૨૦૨૬ — એન્ડી બર્નહામ ઇંગ્લેન્ડના ૫૯મા વડાપ્રધાન બન્યા છે. તેમણે કિંગ ચાર્લ્સ ત્રીજા સાથે મુલાકાત બાદ પદભાર સંભાળ્યો છે. તેમને ગત અઠવાડિયાએ લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ પૂર્વે કીર સ્ટાર્મરે વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું.૫૬ વર્ષીય એન્ડી બર્નહામ ગ્રેટર માન્ચેસ્ટરના મેયર છે. બર્નહામ વર્ષ ૨૦૧૬ પછી યુકેના સાતમા વડાપ્રધાન છે. આ અંગે બકિંગહામ પેલેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કિંગ આજે સવારે કીર સ્ટાર્મરને મળ્યા હતા.જેમણે વડાપ્રધાન અને ટ્રેઝરીના પ્રથમ લોર્ડ તરીકે રાજીનામું આપ્યું હતું. જેને કિંગે સહર્ષ સ્વીકારી લીધું છે. ઉલ્લેખનીય છે કે, એન્ડી બર્નહામ ગત અઠવાડિયે લેબર પાર્ટીના નેતા તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. હાઉસ ઓફ કોમન્સમાં ૪૦૩ લેબર સાંસદોમાંથી ૩૭૯ સાંસદોમાંથી તેઓ પાર્ટી નેતૃત્વ માટે એકમાત્ર ઉમેદવાર હતા.તેમની કેબિનેટ નિમણૂકોની જાહેરાત કર્યા પછી તરત જ તેઓ વડાપ્રધાન તરીકે કામ શરૂ કરે તેવી અપેક્ષા છે. તેઓ ચાર વર્ષમાં દેશના પાંચમા વડાપ્રધાન છે. તેમણે સ્થિર અને જવાબદાર રાજનીતિનું વચન આપ્યું છે. આ પૂર્વે સ્ટાર્મરે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ પરથી બ્રિટનના વડાપ્રધાન તરીકે તેમનું અંતિમ ભાષણ આપ્યું હતું અને પછી ઔપચારિક રીતે રાજીનામું આપવા માટે કિંગને મળ્યા હતા.

Related posts

ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો : ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

Police-Story

ક્રૂડ ઓઈલ અંગે ચિંતા વધી, હોર્મુઝ બંધ જ રહેશે

Police-Story

હોર્મુઝ માટે ઇરાન અને અમેરિકાના હુમલા : ૪ લોકોના મોત, ૧૦ ઘાયલ

Police-Story