33.5 C
Ahmedabad
October 3, 2026
National

૨૬ જુલાઈએ મુંબઈમાં રસ્તા પર ઊતરશે ઠાકરે બંધુઓ

Spread the love

પેપર લીક મામલે રાજકારણ ગરમાયું

મહારાષ્ટ્રમાં વિદ્યાર્થી આંદોલન વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ૨૬ જુલાઈએ મુંબઈમાં સંયુક્ત મોરચો કાઢશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૨૩ જુલાઈ ૨૦૨૬ — મહારાષ્ટ્રમાં વિદ્યાર્થી આંદોલન વચ્ચે શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના વડા રાજ ઠાકરેએ ૨૬ જુલાઈએ મુંબઈમાં સંયુક્ત મોરચો કાઢવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, આ મોરચો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો રોષ સરકાર સુધી પહોંચાડવા માટે યોજવામાં આવશે.

મુંબઈમાં યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, સરકાર વિદ્યાર્થીઓ સાથે ક્રૂરતાપૂર્વક વર્તી રહી છે, પરંતુ હવે વિદ્યાર્થીઓ કોઈનાથી ડરવાના નથી. બીજી તરફ રાજ ઠાકરેએ જણાવ્યું કે વિદ્યાર્થીઓનું આંદોલન હવે મોટું સ્વરૂપ લઈ ચૂક્યું છે, જેના કારણે સરકાર બેકફૂટ પર આવી ગઈ છે અને તે માંગણીઓને અવગણના કરી શકે નહીં.

રાજ ઠાકરેએ ચેતવણી આપતાં કહ્યું કે ’અમારા શાંતિપૂર્ણ પ્રદર્શનમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરનારાઓને બક્ષવામાં નહીં આવે.’ બંને નેતાઓએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોટી સંખ્યામાં આ મોરચામાં જોડાવા અપીલ કરી છે.

માર્ચ ૨૦૨૬માં દ્ગઈઈ્‌ પેપર લીક થવાને કારણે રદ થયા હતા. ત્યારબાદ ૨૦ જૂનથી જંતર-મંતર પર ઝ્રત્નઁનું આંદોલન શરૂ થયું હતું, જેમાં ૨૮ જૂનથી સોનમ વાંગચુક પણ જોડાયા હતા. ઝ્રત્નઁએ ૨૦ જુલાઈએ ’સંસદ ચલો માર્ચ’નું નેતૃત્વ કર્યું હતું, તે દરમિયાન પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. બીજી તરફ, ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્વાસન આપ્યું હતું કે, પેપર લીકના તમામ કેસોમાં દોષિતોને વહેલી તકે કડક સજા થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે.

Related posts

European shares get euro boost after ECB comments

Police-Story

અમેરિકાએ અદાણી સામેના આરોપ પડતા મુક્યા, તમામ કેસ બંધ કરાયા

Police-Story

દેશની સરહદો અત્યંત સુરક્ષિત છે : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

Police-Story