34.2 C
Ahmedabad
October 2, 2026
International

હોર્મુઝ માટે ઇરાન અને અમેરિકાના હુમલા : ૪ લોકોના મોત, ૧૦ ઘાયલ

Spread the love

ઇરાને ઇરાકમાં અમેરિકન સૈન્ય મથક પર હુમલો કર્યો

અમેરિકાનો ઇરાનના નેવી મથક પર હુમલો, એક ટાપુને રાતભર નિશાન બનાવ્યો, હુથીઓએ સાઉદીના બે ટેન્કરને નિશાન બનાવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
તહેરાન, તા.૨૫ જુલાઈ ૨૦૨૬ — ઇરાકમાં અમેરિકાના સૈન્ય મથકો પર ઇરાન દ્વારા હુમલા કરવામાં આવ્યા છે, જેને પગલે ઇરબિલમાં આવેલા સૈન્ય મથક પાસે આશરે સાત જેટલા વિસ્ફોટો થયા હતા અને આગની ઘટનાઓ પણ સામે આવી છે. સ્થાનિક સમય મુજબ સવારે સાડા નવ વાગ્યા આસપાસ થયેલા આ હુમલામાં અમેરિકાના સૈન્ય મથકને ભારે નુકસાન થયું છે.હોર્મુઝ ખાડી પર કન્ટ્રોલ મેળવવા માટે હવે અમેરિકા અને ઇરાન વચ્ચે સામસામે આ હુમલા થવા લાગ્યા છે. ઇરાનના મીડિયાના જણાવ્યા મુજબ અમેરિકા દ્વારા હુમલા કરવામાં આવ્યા જેમાં ચાર લોકો માર્યા ગયા છે જ્યારે દસ લોકો ઘાયલ થયા છે. જવાબી કાર્યવાહીમાં ઇરાન પોતાના પાડોશી દેશોમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકો પર હુમલા કરી રહ્યું છે. હાલ ઇરાક, બેહરીન, ગલ્ફ દેશોમાં પણ હુમલા થઇ રહ્યા છે. ઇરાન સમર્થીત હુથી જુથે કહ્યું હતું કે રેડ સીમાં તેમણે સાઉદીના બે ઓઇલ ટેન્કરોને ટાર્ગેટ કર્યા છે. ઇરાનના હુમલા વચ્ચે ઇરાકના વડાપ્રધાન અલી અલ ઝૈદી તહેરાન પહોંચ્યા હતા અને શાંતિની અપીલ કરી હતી.બીજી તરફ અમેરિકાએ પણ ઉત્તર ઇરાનમાં નેવીના મથક પર હુમલો કર્યો છે. ઇરાનના કેશમ ટાપુ પર પણ રાતભર હુમલા થતા રહ્યા. આ જગ્યાએ ઇરાનની નેવીના હથિયારો સહિતના સાધનો મુકવામાં આવે છે. અમેરિકા આ હુમલા કરીને ઇરાનની યુદ્ધ ક્ષમતાને નબળી પાડવા પ્રયાસો કરી રહ્યું છે. જોકે આ હુમલાનો ભોગ નાગરિકો પણ બની રહ્યા છે. જેમ કે તાજેતરમાં અમેરિકાએ કનુર નદી પાસે અહવાઝમાં મિસાઇલ હુમલો કર્યો હતો જેમાં ચાર લોકો માર્યા ગયા હતા અને પાંચ ઘવાયા હતા અન્ય એક હુમલામાં પણ પાંચ લોકો ઘાયલ થયા હતા.ઇરાન દાવો કરી રહ્યું છે કે હોર્મુઝ ખાડીએ ટ્રાફિકને મોનિટર કરવાનો ઇરાનને અધિકાર છે. જે બદલ ચાર્જ પણ વસુલી શકાશે. અમેરિકા પણ આ જ પ્રકારનો દાવો કરતુ આવ્યું છે. દરમિયાન ઇઝરાયેલ સૈન્ય દ્વારા ગોળીબારમાં પેલેસ્ટાઇનના ચાર લોકો માર્યા ગયા હતા. એક ઇઝરાયેલી નાગરિકની સ્થાનિકો દ્વારા હત્યા કરાઇ હતી જે બાદ ઇઝરાયેલ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં પેલેસ્ટાઇનના ૩૦ ગામોમાં ૩૨ હુમલા થયા છે જેમાં અનેક લોકો ઘવાયા છે.

Related posts

HSBC weighs on banks as European stocks advance

Police-Story

રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર પ્રતિબંધ મૂકશે ટ્રમ્પ

Police-Story

ઈરાનનો ખતરનાક ખેલ! ડિજિટલ કિલ સ્વિચ દબાવવાની ધમકી

Police-Story