33.2 C
Ahmedabad
October 2, 2026
Gujarat

દાહોદના માછણ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો

Spread the love

ડેમ ૫૦.૪૧ ટકા ભરાયો

સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સિંચાઈ અને પીવાના પાણી માટે મળ્યો મોટો આધાર

(સંપૂર્ણ સમાચાર સેવા)
દાહોદ, તા.૨૫ જુલાઈ ૨૦૨૬ –– દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા સારા વરસાદના પરિણામે જિલ્લાના મુખ્ય જળસ્ત્રોત એવા માછણ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૫૦.૪૧ ટકા સુધી ભરાઈ ગયો છે, જેના કારણે ખેડૂતો સહિત જિલ્લાના નાગરિકોમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.મળતી માહિતી મુજબ, માછણ ડેમની મહત્તમ જળસપાટી ૨૭૭.૬૦ મીટર છે, જ્યારે હાલમાં ડેમમાં પાણીની સપાટી ૨૭૪.૫૦ મીટર સુધી પહોંચી છે. સતત વરસાદને કારણે ડેમમાં પાણીની આવક યથાવત રહેતા જળસંગ્રહમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.માછણ ડેમમાં વધતા જળસંગ્રહથી આગામી રવિ અને ઉનાળુ પાક માટે સિંચાઈની સુવિધા વધુ મજબૂત બનવાની આશા છે. સાથે જ જિલ્લાના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવામાં પણ આ જળસંગ્રહ મહત્વપૂર્ણ સાબિત થશે.હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જો વરસાદનું પ્રમાણ યથાવત રહેશે તો માછણ ડેમમાં પાણીની આવકમાં વધુ વધારો થઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડેમની જળસપાટી અને પાણીની આવક પર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

Related posts

૨૦૩૦ સુધી ગુજરાતના શહેરો બનશે વાયર-ફ્રી

Police-Story

નારોલની મુસ્કાન, બહેરામપુરાની પ્રિન્સ બેકરીમાં લોલંલોલઃ સીલ

Police-Story

૫૩ વર્ષ જૂનો સુભાષ બ્રિજ તોડીને નવો બનાવાશે

Police-Story