34.2 C
Ahmedabad
October 2, 2026
National

ઉત્તરાખંડમાં ભયાનક અકસ્માત : ૨૫૦ મીટર ઊંડી ખીણમાં ખાબકી બોલેરો

Spread the love

એક જ પરિવારના ૫ લોકોનાં મોત

ઉત્તરાખંડના પૌડી-દેવપ્રયાગ મોટર રોડ પર એક બોલેરો ગાડી કાબૂ ગુમાવીને ૨૫૦ મીટર ઊંડી ખીણમાં ખાબકી

(સંપૂર્ણ સમાચાર સેવા)
દેહરાદુન, તા.૭ ઓગસ્ટ ૨૦૨૬ — ઉત્તરાખંડના પૌડી-દેવપ્રયાગ મોટર માર્ગ પર એક માર્ગ અકસ્માત થયો છે. શુક્રવારે સબદરખાલ નજીક કુંડધાર પાસે એક બોલેરો ગાડી કાબૂ બહાર જઈને લગભગ ૨૫૦ મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં એક જ પરિવારના ૫ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે ૧ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
મળતી માહિતી પ્રમાણે, ગાડી (નંબર UK08 BL 0387) દેવપ્રયાગથી પૌડી જઈ રહી હતી. ગાડી કુંડધાર પાસે પહોંચતા જ ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવ્યો અને ગાડી સીધી ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને સ્થાનિક ગ્રામજનો તરત ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ દેવપ્રયાગ પોલીસ સ્ટેશન અને SDRFની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

પૌડીના SSP સર્વેશ પંવારે જણાવ્યું કે, અકસ્માતગ્રસ્ત ગાડીમાં કુલ ૬ લોકો સવાર હતા. તેમાંથી ૫ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. તમામ મૃતકો હરિદ્વાર જિલ્લાના લક્સર પોલીસ સ્ટેશન વિસ્તારના રાયપુર જીતપુરના રહેવાસી હતા.

મૃતકોની ઓળખ
અફઝલ (ઉં.વ.૪૯)
શબ્બો (ઉં.વ.૪૦) – અફઝલની પત્ની
અન્નાવિયા (ઉં.વ.૩) – અફઝલની દીકરી
શાદાબ (ઉં.વ.૧૪) – અફઝલનો દીકરો
ગુફરાન (ઉં.વ.૩૪) – અફઝલનો ભાઈ

અકસ્મતમાં અરમાન ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસ અને બચાવ ટીમે તેને ખીણમાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે બેઝ હોસ્પિટલ શ્રીનગર મોકલ્યો છે. પોલીસે મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢીને આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

આ અકસ્માત પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે, દેવપ્રયાગ-પૌડી માર્ગ પર થયેલા ભીષણ માર્ગ અકસ્માતના સમાચાર ખૂબ જ દર્દનાક છે. જિલ્લા વહીવટીતંત્રને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની યોગ્ય અને તાત્કાલિક સારવાર કરાવવા તેમજ ગંભીર રીતે ઘાયલ લોકોને જરૂરિયાત મુજબ હવાઈ માર્ગે ઉચ્ચ આરોગ્ય કેન્દ્રમાં મોકલવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ઈશ્વરને પ્રાર્થના છે કે મૃતકોની આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે. ભગવાન બદરી વિશાલને તમામ ઘાયલ લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.

Related posts

અમેરિકામાં ભારતીયોને રોજગાર આધારિત ગ્રીનકાર્ડ હાલ મળશે નહીં

Police-Story

સ્કીન કેન્સરને પાછું આવતું રોકવામાં વેક્સિન ટ્રાયલ સફળ

Police-Story

ભાજપ ૫૦૦-૭૦૦ મતે આગળ હોય તો તરત રિ-કાઉન્ટિંગ માંગજો

Police-Story