33 C
Ahmedabad
October 3, 2026
National

E-20 પેટ્રોલનો ડરઃ વાહન ચાલકોને એવરેજ અને એન્જિનના આયુષ્યની ચિંતા થઈ

Spread the love

પ્રીમિયમ પેટ્રોલની માંગમાં ધરખમ વધારો

નવી દિલ્હીમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલની ચિંતાને કારણે ગ્રાહકો પ્રીમિયમ અને હાઈ-ઓક્ટેન પેટ્રોલ તરફ વળ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૨ ઓગસ્ટ ૨૦૨૬ — ઈથેનોલ મિશ્ચિત પેટ્રોલથી વ્હીકલ્સની એવરેજ અને એન્જિનના આયુષ્યને લઈને ચિંતાને કારણે ગ્રાહકો હવે પ્રીમિયમ અને હાઈ-ઓક્ટેન પેટ્રોલ તરફ વળી રહ્યા છે. આ કારણે કુલ વેચાણમાં પ્રીમિયમ પેટ્રોલનો હિસ્સો માર્ચ મહિનાના લગભગ ૪ ટકાથી વધીને ૧૫ ટકા થયો છે. જાણકારોના મતે, ગ્રાહકો એ વાતથી અજાણ છે કે, પ્રીમિયમ પેટ્રોલમાં પણ ૨૦ ટકા ઈથેનોલ મિક્સ કરવામાં આવે છે. તેઓ ઈન્ડિયન ઓઈલના એક્સપી-૯૫, ભારત પેટ્રોલિયમના સ્પીડ અને હિંદુસ્તાન પેટ્રોલિયમના પાવર-૯૫ જેવા હાઈ-ઓક્ટેન વેરિઅન્ટ્‌સ માટે લગભગ ૧૫ રૂપિયા વધુ ચૂકવીને માની રહ્યા છે કે, તે વ્હીકલ માટે સારું રહેશે. જેમને જાણ છે તેઓ માની રહ્યા છે કે, હાઈ-ઓક્ટેન રેટિંગને કારણે માઈલેજ પર ઓછી અસર પડે છે.

પેટ્રોલ પંપ માલિકોના જણાવ્યા અનુસાર, વધુ એડિટિવ ધરાવતા અને ઈથેનોલ મુક્ત એવા ઓક્ટેન ૧૦૦ ફ્યુઅલ વિશેની પૂછપરછ વધી છે. તેની મર્યાદિત ઉપલબ્ધતા અને પ્રતિ લિટર રૂપિયા ૧૬૦થી ૧૭૦ ભાવ હોવાથી તેનું વાસ્તવિક વેચાણ હજુ મર્યાદિત છે. હાલ, કુલ વેચાણનો ૧ ટકા હિસ્સો આ પેટ્રોલનો છે. આ વચ્ચે પેટ્રોલના કુલ વેચાણમાં કોઈ ફેરફાર નથી થયો. બીજી તરફ, ડીઝલના વેચાણમાં વધારો થયો છે. જે દર્શાવે છે કે, ગ્રાહકો ડીઝલ કાર્સ તરફ વળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડીઝલમાં હાલ મિશ્રણ નથી કરવામાં આવતું.

Related posts

Avoid this audaciously simple, yet effective, scam on Venmo

Police-Story

નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને ૯૦૩ થયો, ૪૨૦૦ થી વધુ લોકો ગુમ

Police-Story

પ્રધાનમંત્રી મોદીએ કર્યું ગંગા એક્સપ્રેસવેનું ઉદ્‌ઘાટન

Police-Story