28.7 C
Ahmedabad
October 2, 2026
National

નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને ૯૦૩ થયો, ૪૨૦૦ થી વધુ લોકો ગુમ

Spread the love

ભારતથી પહોંચી ટનલ રેસ્ક્યૂ ટીમો

ચિતવનના દેવઘાટ જંગલમાં અજ્ઞાત મૃતદેહોને દફનાવવા માટે સેંકડો કબ્બરો તૈયાર કરવામાં આવી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
કાઠમંડુ, તા.૩૧ ઓગસ્ટ ૨૦૨૬ — નેપાળની ભોટેકોશી અને ત્રિશૂલી નદીમાં આવેલા ભયાનક પૂરના કારણે મૃત્યુઆંક વધીને ૯૦૩ થઈ ગયો છે, જ્યારે ૪૨૪૭ લોકો હજુ પણ ગુમ છે. નેપાળ પોલીસ દ્વારા સોમવારે (૩૧ ઓગસ્ટ) આ માહિતી આપવામાં આવી છે. નેપાળ પોલીસે જણાવ્યું કે સૌથી વધુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્‌સમાંથી ૯૩૩ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

આ સિવાય ૫૫૨ વિદેશી નાગરિકોના મૃતદેહ મળ્યા છે. સાથે જ વિદેશીઓ સાથે મુસાફરી કરી રહેલા ૧૨૭ નેપાળી નાગરિકોના પણ અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે. એકલા ચિતવનમાંથી ૨૭૨ લોકોના મૃતદેહ મળ્યા છે. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૧૦,૪૫૧ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ૩૦ ઓગસ્ટે હાઇડ્રો પ્રોજેક્ટમાંથી ૧૫ ચીની નાગરિકો અને ૭ ભારતીય નાગરિકોને બચાવી લેવાયા છે. ૨૬૭ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

આ દરમિયાન ચિતવનના દેવઘાટ જંગલમાં અજ્ઞાત મૃતદેહોને દફનાવવા માટે સેંકડો કબ્બરો તૈયાર કરવામાં આવી છે. છેલ્લા ૨ દિવસમાં અહીં ૧૯૬ લોકોના મૃતદેહ દફનાવવામાં આવ્યા છે. લાંબા સમય સુધી પાણીમાં રહેવાના કારણે ઘણા મૃતદેહો કોહવાય ગયા છે. દરેક મૃતદેહને એક ઓળખ નંબર આપીને તેનો રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે. આ પછી ડ્ઢદ્ગછ ટેસ્ટિંગ દ્વારા મૃતદેહોની ઓળખ કરીને સ્વજનોને સોંપવાનો પ્રયાસ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે નેપાળ-તિબ્બત સરહદ પાસે ગ્લેશિયર તૂટ્યા બાદ બનેલી લેકનું પાણી કુદરતી વહેણથી બહાર નીકળી ગયું છે. ચીનના જળ સંસાધન મંત્રાલયના જણાવ્યા અનુસાર લેકમાં એકઠું થયેલું પાણી લગભગ સંપૂર્ણપણે બહાર નીકળી ગયું છે. આનાથી ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં લેક ફાટવાથી અચાનક પૂર આવવાનો ભય હાલ પૂરતો ટળી ગયો છે.

હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્‌સની સુરંગોમાં ફસાયેલા કર્મચારીઓને બચાવવા માટે ભારતે ફોરેન્સિક ટીમો અને ટનલ રેસ્ક્યૂ ટીમો તૈનાત કરી દીધી છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતની ૧૯ સભ્યોની ફોરેન્સિક ટીમે કાઠમંડુમાં કામ શરૂ કરી દીધું છે. આ ટીમ પૂર પીડિતોના મૃતદેહોની ઓળખ માટે ડ્ઢદ્ગછ સેમ્પલની તપાસમાં મદદ કરશે.

Related posts

ચમોલી ટનલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૭ મજૂરોના મોત

Police-Story

ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બળશે?

Police-Story

પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૩-૩ સુધીનો તોતિંગ વધારો ઝિંકાયો

Police-Story