CrimeGujarat

સોંઢલવાડા ગામે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી

Spread the love

કાયદાના નામે ખંડણીનો ખેલ

નકલી પોલીસે યુવક પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવવાનો અને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
વલસાડ,તા.૨૦ ઓક્ટોબર ૨૦૨૬ — વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા સોંઢલવાડા ગામે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. વગર નંબરની કાર લઈને નીકળેલા અમુક શખ્સોએ પોતાની ઓળખ ‘પોલીસ’ તરીકે આપીને એક યુવકને અટકાવ્યો હતો. “તમે દારૂનો ધંધો કરો છો” તેવો ખોટો આક્ષેપ મૂકીને નકલી પોલીસે યુવક પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવવાનો અને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. વગર નંબરની કારમાં આવેલા આ શખ્સોએ નકલી રોફ જમાવીને યુવકને ધમકાવવાનું શરૂ કર્યું હતું.

નકલી પોલીસની આશંકા જતાં યુવકે સામનો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ ક્રૂરતા દાખવતાં કાર ચાલુ કરી દીધી હતી. યુવકે કાર રોકવા પ્રયાસ કરતાં તેને ગાડીના બોનેટ પર ઢસડીને સરેઆમ મારી નાખવાનો ભયાનક પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (ઝ્રઝ્ર્‌ફ) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાનો વિડીયો વાયરલ થતાં અને ફરિયાદ મળતાં જ વલસાડ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પારડી પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

અસલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ બોગસ પોલીસ ગેંગનો પર્દાફાશ કરીને મુખ્ય આરોપી સિદ્ધાર્થ બાબુ પટેલની ધરપકડ કરી લીધી છે. પોલીસે કાર કબ્જે કરીને આરોપી સામે લૂંટ, છેતરપિંડી અને જીવલેણ હુમલા સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

પિક-અપમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ સંતાડ્યો

Police-Story

ભાવનગર નકલી દારૂકાંડ મામલે જિગ્નેશ મેવાણીના આકરા પ્રહાર

Police-Story

આજે ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર

Police-Story