29 C
Ahmedabad
May 11, 2026
Gujarat

ધો.૧૨ સાયન્સનું ૮૪.૩૩% અને સા.પ્રવાહનું ૯૨.૭૧% રિઝલ્ટ

ધોરણ ૧૨નું પરિણામ જાહેર

ધો. ૧૨ સામાન્ય પ્રવાહ માટે રાજ્યના ૫૩૫ કેન્દ્રો પર ૨૬ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ, ૨૦૨૬ દરમિયાન પરીક્ષા યોજાઈ હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉમરગામ, તા.૪ મે ૨૦૨૬ — ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૬ની ધોરણ-૧૨ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બોર્ડની પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩૩ ટકા અને સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧% પરિણામ જાહેર થયું છે.ધો. ૧૨ સામાન્ય પ્રવાહ માટે રાજ્યના ૫૩૫ કેન્દ્રો પર ૨૬ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ, ૨૦૨૬ દરમિયાન પરીક્ષા યોજાઈ હતી. જેમાં ૪,૩૬,૫૭૨ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી ૪,૩૫,૧૦૨ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી ૪,૦૩,૩૬૨ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ ૯૨.૭૧ % આવ્યું છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે ૧૫,૮૫૯ ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી ૧૪,૮૬૪ ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી ૯૩૬૭ ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ ૬૩.૦૨ % આવ્યું છે.આ પરીક્ષામાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) અંતર્ગત ૩૫,૨૩૧ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી ૩૩,૫૦૫ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી ૨૦,૬૩૮ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ ૬૧.૬૦ % આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારો તરીકે ૭,૮૮૯ ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી ૭,૪૧૫ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી ૪,૪૫૯ ઉમેદવાર સફળ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ ૬૦.૧૩ % આવ્યું છે.

Related posts

ગુજરાતમાં પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો

Police-Story

ભાજપના કોર્પોરેટરે જ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા કોન્ટ્રાક્ટરે આપી ધમકી

Police-Story

પોલીસ ધાનેરાથી અમદાવાદ સુધી દારૂની ગાડીઓનું પાયલોટિંગ કરે છે

Police-Story

Leave a Comment