CrimeGujarat

અમદાવાદના જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ

Spread the love

પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ

વટવા GIDC પોલીસને અગાઉથી જ દારૂની આ ખેપ અંગે બાતમી મળી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪ મે ૨૦૨૬ — અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામોલ વિસ્તારમાં પોલીસથી બચવા જતાં બુટલેગરોની આઇસર ટ્રકમાંથી દેશી દારૂનો જથ્થો રસ્તા પર ઢોળાયો હતો. વટવા ય્ૈંડ્ઢઝ્ર પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડી ખેડાના બે શખસોને ઝડપી પાડ્યા છે, જેઓ અમદાવાદના અસારવા વિસ્તારમાં દારૂની ખેપ મારવા આવ્યા હતા.મળતી માહિતી અનુસાર, જશોદાનગરથી હાથીજણ સર્કલ તરફ જતા માર્ગ પર અચાનક એક આઇસર ટ્રકમાંથી દારૂની પોટલીઓ ભરેલા થેલા રસ્તા પર પટકાયા હતા. થેલો ફાટી જતાં રોડ પર દારૂની રેલમછેલ જોવા મળી હતી અને સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. ત્યાંથી પસાર થતા વાહનચાલકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા.

વટવા GIDC પોલીસને અગાઉથી જ દારૂની આ ખેપ અંગે બાતમી મળી હતી, જેના આધારે નાઈટ ડ્યુટી દરમિયાન સઘન વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને જોઈને ગભરાયેલા બુટલેગરોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં દારૂનો જથ્થો રસ્તા પર ઢોળાયો હતો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આઇસર ટ્રકને આંતરી લીધી હતી. તપાસમાં ટ્રકની ડીઝલ ટેન્કની ઉપર પતરાની ખાસ પેટી બનાવીને તૈયાર કરાયેલું ચોરખાનું મળી આવ્યું હતું, જેમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી સાદિક મિયા મલેક (રહે. ઉમરેઠ) ગણપતભાઈ તળપદા (રહે. ખેડા)ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ દારૂનો જથ્થો ખેડાના ચલાલી ગામના કનુભાઈ તળપદાએ ભરી આપ્યો હતો. આ જથ્થો અમદાવાદના અસારવા-શાહીબાગ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ પાસે રહેતા ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર નામના શખસને સપ્લાય કરવાનો હતો. હાલમાં પોલીસ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

આજે ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર

Police-Story

સરકારના મંત્રીએ જ જળસંકટ હોવાનું સ્વીકાર્યું, ખેડૂતોને ચેતવ્યા

Police-Story

Why stock investors often confuse brains with a bull market

Police-Story

Leave a Comment