34.2 C
Ahmedabad
October 2, 2026
Gujarat

હવે ગુજરાતને સર્વિસ સેકટરમાં પણ ૧-૨-૩ નંબરે પહોચાડવાનું છે

Spread the love

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું

અમિત શાહે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના ત્રાગડમાં આકાર પામેલ મિલિનયન માઈન્ડ ટેક પાર્કનું લોકાર્પણ કર્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૭ મે ૨૦૨૬ — કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, આજે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના ત્રાગડમાં આકાર પામેલ મિલિનયન માઈન્ડ ટેક પાર્કને લોકાર્પણ કરતા જણાવ્યું કે, ગુજરાત સમગ્ર દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે મોખરાના સ્થાને છે. હવે સમય આવી ગયો છે કે, ગુજરાતને સર્વિસ સેકટરમાં પણ ૧-૨-૩ નંબરે પહોચાડવાનું છે.

અમિત શાહે વધુમાં કહ્યું કે, ગુજરાત જ્યાં પગ મુકે ત્યા પહેલા બીજા કે ત્રીજા નબંરે પહોચે છે. ગુજરાત આ ઈતિહાસનું પુનરાવર્તન કરતુ રહ્યું છે. ઈન્ડ્‌સ્ટ્રીઝના સ્ટ્રકચર ડેવલપમેન્ટ ગુજરાત સિવાય દેશના કોઈ રાજ્યમાં નહીં. ઉદ્યોગ સાહસિકતાનો ડીએનએ છે. સરકારે પણ નીતિ, એન્વાયરમેન્ટ, પ્રો એક્ટિવ સહિત ઈન્ફ્રાસ્ટ્રકચર ગુજરાતમાં સરકારે પુરુ પાડ્યું છે. ગુજરાતને સર્વિસ સેક્ટરમાં પણ ટોપ- ૧-૨-૩ નંબરે લઈ જવાનું છે. બેગ્લોરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ પહોચવા આ પ્રકારના ટેક પાર્ક જરૂરી છે.

અમિત શાહે કહ્યું કે, ૧૧૦૦ કરોડના ખર્ચે આ પાર્ક બન્યો છે. ૯૦૦૦ હાઈસ્કીલ પ્રોફેશનલ માટે કામ કરવાનું વાતાવરણ મળશે. ત્રાગડ એ મારો મતવિસ્તાર છે. ૯૭માં હુ ધારાસભ્ય બન્યો ત્યારે એસટી, બસ કે ટ્રેન પણ નહોતી આવતી. આજે ત્રાગડ જોઈને આનંદ થઈ રહ્યો છે. પહેલો પ્રોજકેટ છે. ૬૫ એકર જમીનમાં સાત ચરણમાં બનશે. ૧૫૦૦૦ કરોડના ખર્ચે તૈયાર થશે. મોલ, હોટલ, રેસિડન્સ સહીતની ટેકપાર્ક બનાવવા બદલ ગણેશ કોર્પોરેશનને અભિનંદન.

તેમણે કહ્યું કે, આજે દેશના અનેક શહેરોમાં દુર્ભાગ્યપુણ છે કે, શહેર વિકસે છે પછી સુવિધા અપાય છે. મોદી સરકારે એવો અભિગમ અપનાવ્યો કે, લોકો વસે તે પહેલા ત્યાં માળખાગત સુવિધાઓ મળી રહે. અમદાવાદની નજીક થોળ તળાવ પાસે, ૫૦૦ કરોડના ખર્ચે ૧૦૦ એકરમાં જ્યારેય્ઇઈસ્ૈં સિટી કેમ્પસ, ગણેશ યુનિવર્સિટી બનશે. એક સમય હતો. આપણે અનેક સેકટરમાં પાછળ હતા. ૨૦-૨૫ વર્ષ પછી એઆઈ અને ડિપ ટેક સહીતના જે ક્ષેત્ર ટોચ પર હશે ત્યા આજે ભારત ખૂબ મજબૂત સ્થિતિમાં છે.

Related posts

ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત

Police-Story

અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

Police-Story

કાર-બંગલા, જમીનના માલિકો તથા કંપની ડિરેક્ટર ‘નકલી ગરીબ’ બન્યા

Police-Story

Leave a Comment