28.7 C
Ahmedabad
October 2, 2026
Gujarat

કાર-બંગલા, જમીનના માલિકો તથા કંપની ડિરેક્ટર ‘નકલી ગરીબ’ બન્યા

Spread the love

ગુજરાતમાં ૫૫ લાખ શંકાસ્પદ રેશનકાર્ડ પકડાયા

સરકારી આંકડા મુજબ, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૫.૫૮ લાખ બોગસ રેશનકાર્ડ રદ કરી દેવામાં આવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૩ ઓગસ્ટ ૨૦૨૬ — વિકાસ અને સમૃદ્ધિના ડંકા વગાડતા ગુજરાતમાં સરકારી યોજનાઓમાં લાલિયાવાડી ચાલી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જે મફત અનાજ માત્ર ગરીબો અને જરૂરિયાતમંદો માટે અનામત છે, તેના પર રાજ્યના સુખી-સંપન્ન તવંગરોએ તરાપ મારી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખુદ કેન્દ્રીય અન્ન નાગરિક પુરવઠા વિભાગે એવો ઘટસ્ફોટ કર્યો છે કે, ગુજરાતમાંથી છેલ્લાં ત્રણ વર્ષમાં ૫૫.૦૯ લાખ શંકાસ્પદ રેશનિંગ કાર્ડ આવ્યા હતાં. મહત્ત્વની વાત એછે કે, સુખી સંપન્ન પરિવારો પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રેશનકાર્ડ મેળવી ગરીબ લાભાર્થી બની બેઠાં હતાં.જેમની પાસે આલીશાન બંગલા છે, વૈભવી કાર છે, ખેતીલાયક જમીનો છે અને જેઓ નિયમિત ઈનકમ ટેક્સ ભરે છે, આ ઉપરાંત કંપનીના ડાયરેક્ટરો પણ ગરીબ બનીને મફત અનાજ ઓહિયાં કરી રહ્યા હતા. ગરીબોના હકનું અનાજ આવા ધનિકોના ઘરે પહોંચાડવાનું કૌભાંડ સરકારી તંત્રની સિસ્ટમની સામે અનેક સવાલો ઊભા કરે છે. કેન્દ્રના નાગરિક પુરવઠા વિભાગે રાજ્યસભામાં વિગતો રજૂ કરી છે કે, કેન્દ્રીય એજન્સીઓએ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, કૃષિ મંત્રાલય, ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ અને આરટીઓ પાસેથી લિંક થયેલા ડેટા મેળવ્યા હતા. આ તમામ ડેટાના ક્રોસ-વેરિફિકેશનમાં ધનિકોની પોલ પકડાઈ ગઈ છે અને ખોટા લાભાર્થીઓ બેનકાબ થયા છે.સરકારી આંકડા મુજબ, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૫.૫૮ લાખ બોગસ રેશનકાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે, અત્યાર સુધી ૧૫ લાખ જેટલાં બોગસ કાર્ડધારકોના નામે હજારો ટન અનાજ કોણ લઈ ગયુ? કોના આશીર્વાદ હેઠળ બોગસ રેશનકાર્ડ બનાવવામાં આવ્યા હતાં? કયા સરકારી અધિકારીઓની મિલીભગત હતી.સરકારે રેશનકાર્ડની ચકાસણી કર્યા વિના બારોબાર હજારો ટન અનાજ વહેંચીને વાહીવાહી તો મેળવી લીધી. હવે જ્યારે લાખો બોગસ રેશનકાર્ડ હોવાનો ખુલાસો થયો છે ત્યારે અન્ન નાગરિક પુરવઠા વિભાગ મૌન બન્યું છે સ્થાનિક સ્તરે સરકારી બાબુઓ અને રેશનિંગ દુકાનદારોની મિલીભગત વગર આ કૌભાંડ વર્ષો સુધી ચાલી શકે જ નહીં તે કડવી હકીકત છે. તંત્રની આ ઢીલી નીતિ અને પ્રિ-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓને લીધે આ નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે.નાગરિકો હવે માગ કરી રહ્યા છે કે આવી જોખમી લાઈનોને વહેલી તકે અંડરગ્રાઉન્ડ કરવામાં આવે અને બેદરકાર અધિકારીઓ સામે કડક કાનૂની પગલાં ભરી મૃતકોના પરિવારોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. ગરીબોના મોંમાંથી કોળિયો છીનવી લેતા આવા સંપન્ન ‘નકલી ગરીબો’ સામે માત્ર રેશન કાર્ડ રદ કરવા પૂરતી કાર્યવાહી ન હોવી જોઈએ. સરકારના ટેક્સ અને સંસાધનોની લૂંટ કરનારા આ તત્ત્વો પાસેથી અત્યાર સુધી મેળવેલા અનાજની બજાર કિંમત વસૂલવામાં આવે અને તેમના પર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.સરકારના ટેક્સ અને સંસાધનોની લૂંટ કરનારા આ તત્ત્વો પાસેથી અત્યાર સુધી મેળવેલા અનાજની બજાર કિંમત વસૂલવામાં આવે અને તેમના પર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Related posts

નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો

Police-Story

ગુજરાતમાંથી જૈશના પાંચ આતંકવાદીઓ ઝડપાયા

Police-Story

નવરંગપુરાના સ્પોર્ટ્‌સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું

Police-Story