28.7 C
Ahmedabad
October 2, 2026
CrimeNational

એક પ્રોફેસરે સીલ તોડ્યા વગર બંધ લિફાફાની અંદરનું પેપર લીક કરી દીધું

Spread the love

પેપર લીકનો એક એવો હાઈ-ટેક મામલો સામે આવ્યો

એક પ્રોફેસરે સીલ તોડ્યા વગર, સોયથી કાંણું પાડીને એન્ડોસ્કોપિક કેમેરાની મદદથી બંધ લિફાફાની અંદરનું પેપર લીક કરી દીધું

(સંપૂર્ણ સમાચાર સેવા)
રાયપુર, તા.૨૩ ઓગસ્ટ ૨૦૨૬ –– જો અમે તમને કહીએ કે પેપર કવરમાં બંધ હોય અને કવર સીલ હોય, તો શું પેપર લીક થઈ શકે? તમારો જવાબ હશે ના, પરંતુ છત્તીસગઢમાં કંઈક આવું જ બન્યું છે. જ્યાં એક પ્રોફેસરે પેપર લીક કરવા માટે જે મગજ દોડાવ્યું, તેણે પોલીસથી લઈને સાયબર એક્સપર્ટ્‌સ સુધીના હોશ ઉડાવી દીધા છે. છત્તીસગઢના દુર્ગ જિલ્લાની ભારતી એગ્રીકલ્ચર કોલેજના એક આસિસ્ટન્ટ પ્રોફેસર યોગેશ સોનકેસરિયાએ કોઈપણ લિફાફા કે પેકેટની સીલ તોડ્યા વગર, એક્ઝામ પેપર રેકોર્ડ કરીને લીક કરી દીધું. આ હાઈટેક લીક માટે આરોપીએ મેડિકલ ક્ષેત્રમાં વપરાતા એન્ડોસ્કોપિક કેમેરા અને એક સોયનો સહારો લીધો.

એન્ડોસ્કોપિક કેમેરો એક ખૂબ જ બારીક, પાતળી અને લવચીક ટ્યુબ એટલે કે કેબલ જેવું ડિવાઈસ હોય છે. તેના એકદમ આગળના ભાગે એટલે કે ટીપ પર એક ખૂબ નાનો HD કેમેરો અને LED લાઈટ લાગેલી હોય છે. આનો ઉપયોગ ડોક્ટરો શરીરના અંદરના ભાગો જેમ કે પેટ કે ગળાની તપાસ માટે કરે છે. આ કેમેરાનો વાયર એટલો પાતળો હોય છે કે તેને કોઈપણ ખૂબ નાના છિદ્ર કે પાતળા પાઇપમાં સરળતાથી ફિટ કરી શકાય છે. કેમેરા સાથે લાગેલી લાઈટ અંદરના અંધારાને દૂર કરી દે છે અને લાઈવ વિડીયો સ્ક્રીન પર દેખાવા લાગે છે.

BSc એગ્રીકલ્ચર સેકન્ડ યરના એન્ટોમોલોજી વિષયના સીલબંધ પેપરને ઘરે લઈ જઈને આરોપી પ્રોફેસરે ખૂબ જ શાતિર ટેક જુગાડ લગાવ્યો. પ્રોફેસરે સૌથી પહેલા સીલબંધ લિફાફાને નુકસાન પહોંચાડ્યા વગર, તેના નીચેના ભાગમાં એક બારીક સોય કે અણીદાર વસ્તુથી ખૂબ નાનું છિદ્ર કર્યું.

તે નાના છિદ્રના રસ્તે એન્ડોસ્કોપિક કેમેરાની પાતળી કેબલને લિફાફાની અંદર નાખી દીધી. કેમેરાની આગળ લાગેલી લાઈટે લિફાફાની અંદરનું અંધારું દૂર કર્યું અને અંદર રાખેલા પેપરના પાના સાફ દેખાવા લાગ્યા. કેમેરામાંથી આવી રહેલા લાઈવ ફુટેજ જોઈને પ્રોફેસરે લગભગ ૧૫ પ્રશ્નો એક કાગળ પર હાથેથી લખી લીધા. આ પછી તેણે આ પેપર એક વિદ્યાર્થીને ૧૧,૦૦૦ રૂપિયામાં વેચ્યું, જ્યાંથી તે વોટ્‌સએપ પર વાયરલ થઈ ગયું.

૨૦ ઓગસ્ટે સવારે AGCH-221ની પરીક્ષા યોજાવાની નક્કી હતી. પરંતુ પેપર શરૂ થવાના લગભગ બે કલાક પહેલા કવર્ધા કૃષિ મહાવિદ્યાલયના ઈ-મેલ પર પ્રશ્નપત્ર લીક થવાની માહિતી મળી. ત્યારબાદ સંબંધિત અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી.

મામલો સામે આવતા જ યુનિવર્સિટીએ ૨૮ કોલેજોની એક્ઝામ કેન્સલ કરી દીધી. પોલીસ અને સાયબર ટીમે આરોપી પ્રોફેસર સહિત ૬ લોકોની ધરપકડ કરી લીધી છે. તેમની પાસેથી એન્ડોસ્કોપિક ડિવાઈસ, કેબલ, કનેક્ટર્સ અને મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે. આ હાઈટેક ચોરી પછી યુનિવર્સિટીએ હવે OTP આધારિત ડિજિટલ એન્ક્રિપ્ટેડ ડિલિવરીથી પેપર મોકલવાનો નિર્ણય લીધો છે.

Related posts

૩૭ ગીગાવૉટની ક્ષમતાના ઉમેરા સાથે સૌર ઊર્જા મામલે ભારતે અમેરિકાને પછાડ્યું

Police-Story

નેશનલ ટીમમાં વાપસી હવે મારું લક્ષ્ય નથી : ભુવનેશ્વર કુમાર

Police-Story

What advisers need to know when buying smart-beta funds

Police-Story