28.7 C
Ahmedabad
October 2, 2026
National

પેટ્રોલ-ડીઝલ બાદ હવે કઠોળ અને અનાજમાં ૧૫% સુધીનો ભાવવધારો

Spread the love

વેપારમાં ૭૦%નો કડાકો!

પરિવહન ખર્ચ વધવાના કારણે અને પાકમાં ઘટાડાના પગલે હવે રાજ્યમાં કઠોળ, દાળ અને અનાજના ભાવમાં તોતિંગ વધારો

(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત, તા.૨૯ જૂન ૨૦૨૬ — પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવોની સીધી અસર હવે સામાન્ય માણસની થાળી પર જોવા મળી રહી છે. પરિવહન ખર્ચ (ટ્રાન્સપોર્ટ ભાડું) વધવાને કારણે અને પાકના ઉત્પાદનમાં થયેલા ઘટાડાને લીધે સુરત સહિત સમગ્ર રાજ્યમાં કઠોળ, દાળ અને અનાજના ભાવમાં ૧૨ થી ૧૫ ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

જીવનજરૂરી ચીજવસ્તુઓમાં કિલો દીઠ થયેલો ભાવવધારો
બજારના વેપારીના જણાવ્યા અનુસાર, રોજિંદા વપરાશની વસ્તુઓમાં નોંધપાત્ર વધારો ઝીંકાયો છે
પહેલા ૨૮ રૂપિયા કિલો ના ભાવે મળતા ઘઉં હાલ ૩૨ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.
પહેલા ૪૦ રૂપિયા કિલોના ભાવે મળતા ચોખા હાલ ૫૨ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે
પહેલા ૮૬ રૂપિયાના ભાવે વેચાતી તુવેર હાલ ૯૧ રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહી છે
પહેલા ૨૬ રૂપિયાના ભાવે વેચાતી બાજરી હાલ ૨૯ રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહી છે
પહેલા ૨૬.૫૦ રૂપિયાના ભાવે વેચાતી જુવાર હાલ ૨૮ રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહી છે
પહેલા ૪૨ રૂપિયાના ભાવે વેચાતી ખાંડ હાલ ૪૪ રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહી છ
છેલ્લા એક મહિના તેલના ભાવમાં ૩૦ રૂપિયા નો વધારો નોંધાયો છે
આ સિવાય ખાંડ અને બાજરી સહિતની અન્ય વસ્તુઓ પણ મોંઘી થઈ છે.

આ અસહ્ય મોંઘવારીના કારણે કઠોળ અને અનાજના વેપાર પર ખૂબ જ માઠી અસર પડી છે. ગ્રાહકોની ખરીદશક્તિ ઘટતા બજારમાં ભારે મંદી જોવા મળી રહી છે.વેપારીઓ પણ ભારે વ્યથા અનુભવી રહ્યા છે. જે વેપારીઓની દુકાનેથી અગાઉ દિવસ દરમિયાન ૧૦૦ થી વધુ અનાજની બોરીઓનું વેચાણ થતું હતું, ત્યાં હવે માંડ ૨૦ થી ૨૫ બોરીઓ વેચાઈ રહી છે. ખરીદીમાં સીધો ૭૦% નો ઘટાડો નોંધાયો છે.

મોંઘવારીથી ત્રસ્ત લોકો હવે માત્ર ઘરમાં જેટલું અત્યંત જરૂરી હોય તેટલું જ કઠોળ અને અનાજ ખરીદી રહ્યા છે. જથ્થાબંધ ખરીદી કરવાનું લોકોએ હાલ પૂરતું ટાળ્યું છે.

હાલની પરિસ્થિતિને જોતા વેપારીઓ અને ગૃહિણીઓ બંને એકસૂરે સરકાર પાસે માગ કરી રહ્યા છે કે આ વધતા જતા ભાવો પર વહેલી તકે અંકુશ લાવવામાં આવે અને જનતાને રાહત આપવામાં આવે.

Related posts

અમરનાથ યાત્રા ૨૦૨૬ને લઈ શિવ ભક્તોમાં ખુબ ઉત્સાહ

Police-Story

આર્થિક સંકટ માથે ઊભું છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે

Police-Story

સમાજવાદી પાર્ટી વિકાસ વિરોધી તેમજ મહિલા વિરોધી પણ છે

Police-Story