34.3 C
Ahmedabad
October 2, 2026
International

ઈરાનના ડ્રોન હુમલા બાદ અમેરિકાએ વળતો પ્રહાર કર્યો

Spread the love

ઈરાન પર અમેરિકાની એરસ્ટ્રાઈક બાદ જેડી વેન્સે કહ્યું

અમેરિકી વાયુસેનાએ ઈરાનના મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજના ગુપ્ત ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી તબાહ કર્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિેંગ્ટન, તા.૨૭ જૂન ૨૦૨૬ — સ્ટ્રેેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા એક વ્યાપારી માલવાહક જહાજ પર ઈરાન દ્વારા કરાયેલા ડ્રોન હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાન પર જવાબી સૈન્ય કાર્યવાહી કરીને ફરી એકવાર મિડલ ઈસ્ટમાં તણાવ વધારી દીધો છે. અમેરિકી સેનાના આ મોટા હુમલા બાદ યુએસ ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે ઈરાનને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપતા સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “અમેરિકા હિંસાનો જવાબ હિંસાથી જ આપશે.” અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીકથી પસાર થઈ રહેલા કાર્ગો શિપ ’M/V Ever Lovely’ પર ડ્રોન વડે હુમલો કર્યો હતો. આ હુમલાને અમેરિકાએ બંને દેશો વચ્ચે તાજેતરમાં થયેલા યુદ્ધવિરામ કરારનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું હતું. આના પ્રત્યાઘાતમાં અમેરિકી વાયુસેનાએ શુક્રવારે ઈરાનના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીકના વિસ્તારો અને કેશમ આઇલેન્ડ પર આવેલા ઈરાની મિસાઈલ તેમજ ડ્રોન સ્ટોરેજના ગુપ્ત ઠેકાણાઓ પર સચોટ અને શક્તિશાળી એરસ્ટ્રાઈક કરી તેને તબાહ કરી દીધા હતા.
ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું, “ઈરાને યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને અમે તેનું સન્માન કર્યું છે. જો તેમને સમજૂતીની શરતો સામે કોઈ વાંધો હોય તો તેઓ ફોન ઉઠાવીને વાત કરી શકે છે, પરંતુ જો હિંસા આચરવામાં આવશે તો તેનો જવાબ હિંસાથી જ આપવામાં આવશે.” બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં ઈરાનના આ પગલાને ’મૂર્ખામીભર્યું ઉલ્લંઘન’ ગણાવ્યું હતું. ટ્રમ્પે હુમલા પહેલાં જ સંકેત આપતા કહ્યું હતું કે, “તેમને ગઈકાલે ચાર વખત હુમલો કરવાનો પ્રયાસ કર્યો તે મને બિલકુલ પસંદ નથી આવ્યું, અમે ટૂંક સમયમાં જવાબ આપીશું.”
અમેરિકાના આ હુમલા બાદ ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્‌સે દાવો કર્યો છે કે વળતા પ્રહારમાં તેમણે પણ આ પ્રદેશમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. જો કે, ઈરાને ક્યા સૈન્ય મથકો પર હુમલો કર્યો તેની વિગતો જાહેર કરી નથી. ઈરાનના વરિષ્ઠ સુરક્ષા અધિકારી ઈબ્રાહિમ અઝીઝીએ જણાવ્યું કે તેઓ યુદ્ધને વધારવા માંગતા નથી, પરંતુ આ માત્ર ’યુદ્ધવિરામનું સંચાલન’ છે. હાલ પૂરતું અમેરિકાએ ઓપરેશન પૂરું જાહેર કર્યું છે, પરંતુ યુએસ સેના આ વિસ્તારમાં હજુ પણ હાઈ એલર્ટ પર છે.

Related posts

ઈન્ડોનેશિયામાં ૨૭૧ લોકોથી ભરેલી બોટમાં આગઃ ૫ના મોત

Police-Story

પુતિને યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો

Police-Story

‘આપણે હરીફ નહીં પણ ભાગીદાર બનવું જોઈએ’

Police-Story