33.2 C
Ahmedabad
October 2, 2026
National

કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણયઃ ગામડે-ગામડે બનશે ગેસ

Spread the love

સરકારે યોજનાને મંજૂરી આપી

સરકારે દેશમાં બાયોગેસ ઉત્પાદનને નવી દિશા આપવા માટે ૨૩,૭૩૧ કરોડ રૂપિયાની ગોવર્ધન રાષ્ટ્રીય યોજનાને મંજૂરી આપી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૬ ઓગસ્ટ ૨૦૨૬ — કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુરુવારે ૨ મોટા નિર્ણયો લેવાયા, જેની સીધી અસર ભારતની ઈકોનોમી પર પડશે. પહેલો નિર્ણય ગોવર્ધન યોજનાને મંજૂરી, જેની અંદર ભારતમાં ગેસ બનાવવા અને વિતરણને પ્રોત્સાહન મળશે. બીજો નિર્ણય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલો છે. સરકારે આસામમાં ૪ લેન હાઈવેને મંજૂરી આપી છે. આવો બંને નિર્ણય વિશે વિસ્તારથી જાણીએ.

સરકારે દેશમાં બાયોગેસ ઉત્પાદનને નવી દિશા આપવા માટે ૨૩,૭૩૧ કરોડ રૂપિયાની ગોવર્ધન રાષ્ટ્રીય યોજનાને મંજૂરી આપી છે. આ યોજના ૨૦૨૬-૨૭થી ૨૦૩૫-૩૬ સુધી ચાલશે. તેનો ઉદ્દેશ્ય ગોબર, પાકના અવશેષ, શહેરોનો જૈવિક કચરો અને બીજા બાયોમાસથી કંપ્રેસ્ડ બાયોગેસ બનાવવાનો છે.

આ યોજનાનો સૌથી મોટો ફાયદો ખેડૂતોને મળશે. હવે ગોબર અને ખેતીનો કચરો ખાલી ખેતરો સુધી મર્યાદિત નહીં રહે, ખેડૂતો તેને બાયોગેસ પ્લાન્ટને વેચીને વધારાની કમાણી કરી શકશે. તેનાથી પરાળી અને બીજા ખેતીના કચરાને સળગાવવાની જરૂરિયાત પણ ઓછી થશે, જેનાથી પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે.

સરકારનો ટાર્ગેટ દેશમાં બાયોગેસ ઉત્પાદનને હાલના સ્તરથી લગભગ ૧૦ ગણું વધારવાનું છે. તેના માટે દેશભરમાં નવા કંપ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ લગાવવામાં આવશે અને ખાનગી કંપનીઓ સાથે ઉદ્યમીઓને પણ રોકાણ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
બાયોગેસ પ્લાન્ટ લગાવવાથી ગામમાં સ્થાનિક સ્તર પર રોજગારના નવા અવસર પેદા થશે. કચરાનો સંગ્રહ, પરિવહન પ્રોસેસિંગ અને ગેસ ઉત્પાદન સાથે જોડાયેલા કેટલાય નવા કારોબાર શરુ થઈ શકશે. તેનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ મજબૂતી મળશે.
યોજના અંતર્ગત બાયોગેસ ખરીદની ગેરેન્ટી આપવામાં આવશે, જેથી પ્લાન્ટ લગાવનારાને બજારની ચિંતા ન રહે. બાયોગેસ માટે નિશ્ચિત અને સ્થિર કિંમત મળશે.

નવા પ્લાન્ટ લગાવવા માટે લોન અને સબ્સિડી આપવામાં આવશે. ગેસની સપ્લાય વધારવા માટે પાઈપલાઈન નેટવર્ક પણ વિકસિત કરવામાં આવશે. આ ઉપરાંત એમએસએમઈ અને બીજા ઉદ્યમીઓને સરળ લોન અને લોન ગેરેન્ટીની સુવિધા મળશે. જિલ્લા સ્તર પર બાયોગેસ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે ફંડ પણ બનાવવામાં આવશે.

Related posts

૧૦-૧૫ રુપિયા સસ્તું થઈ શકે છે પેટ્રોલ અને ડીઝલ

Police-Story

આસામમાં પૂરનો કેર; મૃત્યુઆંક વધીને ૮૦ થયો

Police-Story

ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોવ તો સાવધાન

Police-Story