33 C
Ahmedabad
October 3, 2026
CrimeGujarat

વડોદરાના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો

Spread the love

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી દરમિયાન આરોપીને ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા,તા.૨૪ જૂન ૨૦૨૬ — વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રાજરાણી તળાવની પાળ પર ગાંજાનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પાણીગેટ પોલીસે દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ૫૦૨ ગ્રામ ગાંજો, મોબાઇલ ફોન અને રોકડ મળી રૂ.૩૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે રાજરાણી તળાવની પાળ પર આવેલા પતરાવાળા મકાનમાં આફતાબ ઉર્ફે લાલાબંદર મોહંમદરફીક મલેક ગાંજાનો જથ્થો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપીને ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ૫૦૨ ગ્રામ વજનનો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો, મોબાઇલ ફોન અને રોકડ મળી રૂ.૩૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે ઝડપાયેલા આરોપી આફતાબ ઉર્ફે લાલાબંદર મોહંમદરફીક મલેક (રહે. રાજરાણી તળાવની પાળ, પાણીગેટ, વડોદરા, મૂળ રહે. સંતોષીનગર, ન્યૂ વીઆઈપી રોડ, વડોદરા) વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેસમાં સંડોવાયેલા દાનિશ (રહે. હાલોલ) નામના અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પાણીગેટ પોલીસ સમગ્ર નેટવર્ક અને ગાંજાના સપ્લાયના સ્ત્રોત અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

Related posts

૨૩ ઓગસ્ટે યોજાશે PSI- હેડ કોન્સ્ટેબલની પરીક્ષા

Police-Story

નવરંગપુરાના સ્પોર્ટ્‌સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું

Police-Story

Nikkei extends decline as U.S. tariffs hit steel, exporter stocks

Police-Story