34.2 C
Ahmedabad
October 2, 2026
CrimeGujarat

જામજોધપુરના મેઘપર આંબરડી ગામે રૂ. ૪૨.૩૮ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Spread the love

જામનગરમાં પ્રોહિબિશન કાયદા હેઠળ મોટી કાર્યવાહી

ફરાર આરોપીઓની શોધખોળ તેજ; દારૂના જથ્થાની સપ્લાય ચેઇન અને સંડોવાયેલા અન્ય શખ્સોની ભૂમિકા અંગે પોલીસની તપાસ શરૂ

(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર,તા.૨૭ જુલાઈ ૨૦૨૬ –– જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડી ગામ નજીક શેઠવડાળા પોલીસે પ્રોહિબિશન કાયદા હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગામની બહાર નદી કાંઠે આવેલા ખુલ્લા પટમાંથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો, વાહનો અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ. ૪૨,૩૭,૯૯૮નો મુદ્દામાલ કબજે કર્યો છે.
સમગ્ર મામલે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે મુખ્ય આરોપીઓ હાલ ફરાર હોવાથી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.પોલીસને મળેલી બાતમી મુજબ મેઘપર આંબરડી ગામના ભાયાભાઈ લખમણભાઈ છેલાણા અને ભીમાભાઈ ભાયાભાઈ છેલાણા ગામની બહાર નદી કાંઠે આવેલા ખુલ્લા પટમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી તેની હેરાફેરી કરતા હતા. માહિતીના આધારે શેઠવડાળા પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડા દરમિયાન પોલીસે ૨,૯૧૭ બોટલ વિદેશી દારૂ, ૪,૯૮૬ દારૂના ચપટા, એક ટ્રક, એક બોલેરો પીકઅપ, ટ્રકમાં ભરેલો અંદાજે ૩૦ મેટ્રિક ટન બેન્ટોનાઇટ પાવડર તથા અન્ય સામગ્રી મળી કુલ રૂ. ૪૨.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલા દારૂની બજાર કિંમત જ રૂ. ૨૦ લાખથી વધુ છે.

આ બનાવમાં ભાયાભાઈ લખમણભાઈ છેલાણા, ભીમાભાઈ ભાયાભાઈ છેલાણા (બંને રહેવાસી મેઘપર આંબરડી, તા. જામજોધપુર) તેમજ ટ્રક નંબર ય્ત્ન-૩૮-્‌-૪૫૩૫ના ચાલક સહિત તપાસ દરમિયાન સામે આવતા અન્ય શખ્સો સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું છે કે દરોડા સમયે આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. હાલ તેમની શોધખોળ માટે વિવિધ ટીમો કામે લગાડવામાં આવી છે. સાથે જ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની સપ્લાય કોને કરવાની હતી તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

જામનગર જિલ્લામાં ગેરકાયદે દારૂના વેપાર સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં થયેલી આ મોટી કાર્યવાહીને જિલ્લામાં પ્રોહિબિશન કાયદાના અસરકારક અમલ તરીકે જોવામાં આવી રહી છે.

Related posts

રાજકોટમાં બાળ સંરક્ષણ ગૃહમાંથી ૧૨ બાળકો લાપતા થતાં ખળભળાટ

Police-Story

અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી

Police-Story

અમદાવાદમાં પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનું મોટું રેકેટ ઝડપાયું

Police-Story