33.2 C
Ahmedabad
October 2, 2026
Gujarat

૩૦ જુલાઈ અને ૧ ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી

Spread the love

ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર

આગામી સપ્તાહે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૬ જુલાઈ ૨૦૨૬ — ગુજરાતમાં એક તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તો અત્યાર સુધી અતિભારે વરસાદ પડ્યો છે. સુરત, નવસારી, વલસાડ જેવા જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. જ્યારે અમદાવાદમાં પણ એક દિવસમાં ૧૦ ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ છે. સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ છે. હવામાન વિભાગે જણાવ્યું કે આજે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે રાજસ્થાનમાં લો પ્રેશર બન્યું હોવાને કારણે રાજ્યમાં વરસાદ પડ્યો હત.
હવામાન વિભાગે જણાવ્યું કે આગામી સપ્તાહે પણ એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશરને કારણે ફરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૩૦ જુલાઈની આસપાસ ગુજરાતમાં તેની અસર થશે. એક સમયે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે ૩૦ જુલાઈએ છોટાઉદેપુર, ભરૂચ, તાપી, વલસાડમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો ૧ ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે અત્યાર સુધી સિઝનનો કુલ ૧૨ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય કરતા ૪૫ ટકા વધુ વરસાદ પડ્યો છે.

Related posts

શેલા રોડ પર મર્સિડીઝ અને કિયા કાર વચ્ચે અકસ્માત

Police-Story

અમદાવાદ-સુરતે રેલવેની તિજોરી ભરી પણ સ્ટેશન પર સુવિધાના નામે મીંડું!

Police-Story

દ્વારકાધીશના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

Police-Story