32.2 C
Ahmedabad
October 3, 2026
National

ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન

Spread the love

કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર

લિથિયમ અને કોબાલ્ટ જેવા રેયર અર્થ મિનરલ્સનો ઉપયોગ ઈલેક્ટ્રિક કારની બેટરી, સેમિકન્ડક્ટર ચિપ્સ, મિસાઈલ અને સ્માર્ટફોન બનાવવામાં થાય છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૩ જૂન ૨૦૨૬ — ભારતે ચીન પરની આર્થિક નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ કરવાના ઉદ્દેશ્યથી ૨૬ મે ૨૦૨૬ ના રોજ અમેરિકા સાથે રેયર અર્થ મિનરલ્સ (કિંમતી ખનીજ)ની સપ્લાય ચેઈનને સુરક્ષિત કરવાનો કરાર કર્યો છે. આ સાથે જ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા (ક્વાડ દેશો) એ આ સેક્ટરમાં માઈનિંગ, પ્રોસેસિંગ અને રિસાયક્લિંગ માટે ૨૦ અબજ ડોલરનું રોકાણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે, આ ડીલનો હેતુ મહત્વપૂર્ણ ખનીજ સપ્લાય ચેઈનમાં પરસ્પર સહયોગ વધારવાનો છે. જ્યારે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે, ઉદ્યોગો માટે જરૂરી આ કિંમતી ખનીજોને ચીનના ભરોસે છોડી શકાય નહીં, કારણ કે કટોકટીના સમયે ચીન તેનાથી મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.લિથિયમ અને કોબાલ્ટ જેવા રેયર અર્થ મિનરલ્સનો ઉપયોગ ઈલેક્ટ્રિક કારની બેટરી, સેમિકન્ડક્ટર ચિપ્સ, મિસાઈલ અને સ્માર્ટફોન બનાવવામાં થાય છે. હાલમાં દુનિયાના ૮૦% પ્રોસેસિંગ અને ૯૪% નિકાસ પર એકલું ચીન કંટ્રોલ ધરાવે છે. જ્યારે પણ કોઈ દેશ સાથે વિવાદ થાય ત્યારે ચીન આ ખનીજોની સપ્લાય અટકાવીને બ્લેકમેલિંગ કરે છે, જે આખી દુનિયા માટે ટેન્શન છે.ચીનનો ઈજારો તોડવા માટે ભારતીય સરકારી કંપનીએ આર્જેન્ટિનામાં ૫ લિથિયમ બ્લોક વિકસાવવા કરાર કર્યા છે. આ ઉપરાંત ભારતે જાપાન, ઓસ્ટ્રેલિયા અને મ્યાનમાર સાથે પણ કરાર કર્યા છે. ભારત પાસે ૭૦ લાખ ટનનો દુનિયાનો પાંચમો સૌથી મોટો ભંડાર છે, પરંતુ પ્રોસેસિંગ ટેકનોલોજીની અછત મોટો પડકાર છે. હાલમાં ભારતની રિફાઈનિંગ ક્ષેત્રે ક્ષમતા સ્થાનિક માંગના ૨૫% કરતા પણ ઓછી છે.

Related posts

કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રીનો નિર્ણય

Police-Story

U.S. drugmaker Orexigen files for Chapter 11 bankruptcy

Police-Story

૨૦ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર સુધી અનેક ટ્રેનો રહેશે રદ

Police-Story