28.7 C
Ahmedabad
October 2, 2026
National

મોદીએ આર્મેનિયા અને ઈરાનના નેતાઓ સાથે કરી દ્વિપક્ષીય બેઠક

Spread the love

મોદી બે દિવસના પ્રવાસે બિશ્કેક પહોંચ્યાં

મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાજલિ અર્પણ કર્યા બાદ મોદીએ અર્મેનિયાના વડાપ્રધાન અને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩૧ ઓગસ્ટ ૨૦૨૬ — વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચી ગયા છે. અહીં તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (જીર્ઝ્રં)ની ૨૬મી સમિટમાં ભાગ લેશે અને સંગઠનના અનેક સભ્ય દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. બિશ્કેક એરપોર્ટ પર કિર્ગિસ્તાનના મંત્રી પરિષદના અધ્યક્ષ અદિલબેક કાસિમાલિયેવએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પરંપરાગત કિર્ગિઝ નૃત્યની સુંદર રજૂઆત પણ કરવામાં આવી હતી. કિર્ગિસ્તાન પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિશ્કેકમાં મહાત્મા ગાંધી મેમોરિયલ પાર્ક ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આપને જણાવી દઈએ કે, આ પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૧૫માં કિર્ગિસ્તાનની મુલાકાત દરમિયાન કર્યું હતું.મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ બિશ્કેકમાં વિવિધ સમુદાયોના લોકો સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે લોકો સાથે સંવાદ કર્યો હતો અને તેમના અનુભવો વિશે જાણકારી મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પશિન્યાન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. બંને નેતાઓએ ભારત અને આર્મેનિયા વચ્ચેના પરસ્પર સંબંધો તેમજ બંને દેશોના સહિયારા હિતો સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરી હતી. બંને નેતાઓએ ભારત અને ઈરાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ બંને દેશોના સહિયારા હિતો સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧ સપ્ટેમ્બરે જીર્ઝ્રંની ૨૬મી સમિટને સંબોધિત કરશે. આ સમિટ દરમિયાન આતંકવાદ સામે લડત, પ્રાદેશિક સ્થિરતા અને સરહદ પારની સુરક્ષા સાથે જોડાયેલા પડકારોનો સામનો કરવા માટે સહયોગ જેવા મુદ્દાઓ પર મુખ્ય ચર્ચા થવાની છે. રાષ્ટ્રાધ્યક્ષોના સત્ર દરમિયાન બિશ્કેક ઘોષણા તેમજ અન્ય દસ્તાવેજોને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે.

Related posts

આરબીઆઈના ગોલ્ડ રિઝર્વની વેલ્યૂ અઠવાડિયામાં ૨.૧૯ અબજ ડૉલર ઘટી

Police-Story

સરકાર રચવાનો કોયડો ગુંચવાતા તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ

Police-Story

ઐતિહાસિક બહુમતીથી બંગાળમાં દીદી જ જીતશે

Police-Story