National

ચંફાઈ જિલ્લામાં ૩.૭ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ

Spread the love

મિઝોરમમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા

મંગળવારે રાત્રે ૧૧ઃ૪૫ વાગ્યે ધરા ધ્રૂજી, ૨૪ કિલોમીટર ઊંડે ભૂકંપનું કેન્દ્ર નોંધાયું, જાનહાનિ ટળી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૪ નવેમ્બર ૨૦૨૬ — ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં અત્યારે ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં અલગ અલગ દેશોમાં આવેલા ભૂકંપના કારણે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે. ભારતમાં પણ કેટલાક સમયથી અલગ અલગ રાજ્યોમાં ધરા ધ્રુજી રહી છે. તેવામાં અત્યારે મિઝોરમમાં ભૂકંપ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ નથી, તેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ ભૂકંપની જાણકારી આપવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું કે, મંગળવારે રાત્રે મિઝોરમના ચંફાઈ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. મિઝોરમમાં આવેલા આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર ૩.૭ની તીવ્રતા નોંધાઈ હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાં પ્રમાણે આ ભૂકંપ મંગળવારે રાત્રે ૧૧.૪૫ વાગ્યે આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર જમીનમાં ૨૪ કિમી નીચે નોંધાયું હતું. નજીવા ભૂકંપના આંચકાના કારણે કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ભારતમાં આવેલા અન્ય ભૂકંપની વાત કરીએ તો, શુક્રવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. વહેલી સવારે આવેલા ભૂકંપની તીવ્રતા ૩.૬ની નોંધાઈ હતી. લોકો સવારે પોતાના ઘરોમાં સુઈ રહ્યાં હતા, ત્યારે આ ભૂકંપ આવતા સત્વરે તેઓ ઘરની બહાર દોડી આવ્યાં હતાં. ભૂકંપની તીવ્રતા વધારે નહોતી પરંતુ ધરતી ધુર્જી તેનો અહેસાસ થયા લોકો ડરીને ઘરની બહાર દોડી આવ્યાં હતાં. ભૂકંપના કારણે થોડા સમયથી અફરાતફરીનો માહોલ પણ સર્જાી ગયો હતો.

Related posts

PoKમાં બર્બરતા છુપાવવા પાકિસ્તાન ફેલાવી રહ્યું છે ફેક ન્યૂઝ

Police-Story

રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી

Police-Story

અમદાવાદમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ૪.૪૫નો જંગી વધારો

Police-Story