33.2 C
Ahmedabad
October 2, 2026
CrimeGujarat

તોડબાજ પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરાઇ

Spread the love

જૂનાગઢ પોલીસ બેડામાં ભ્રષ્ટાચાર

પોલીસકર્મીઓએ સરકારી ચોપડે માત્ર ૧૬ હજાર રૂપિયાનો જ મુદ્દામાલ દર્શાવ્યો હતો અને બાકીના ૮૪ હજાર જેટલા રૂપિયા પોતાના ખિસ્સામાં પચાવી પાડ્યા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢ,તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૬ — જૂનાગઢ પોલીસ બેડામાં ભ્રષ્ટાચાર અને તોડકાંડની ઘટના સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. બી-ડિવિઝન પોલીસ મથકના ડી-સ્ટાફના પાંચ પોલીસકર્મીઓ સામે તોડબાજીના ગંભીર આક્ષેપો ઊઠતાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા (SP) સુબોધ ઓડેદરાએ લાલ આંખ કરી છે. ખાખીને દાગ લગાડનારા આ પાંચેય કર્મચારીઓ સામે આકરાં કડક પગલાં ભરીને તેમની તાત્કાલિક ધોરણે જિલ્લાના અન્ય સ્થળોએ બદલી કરી દેવામાં આવી છે.

ઘટનાની વિગત મુજબ, બી-ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ગોકુલેશ ગૌશાળા નજીક ચાલી રહેલા એક જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી આશરે રૂપિયા ૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, નીતિ-નિયમો નેવે મૂકીને ડી-સ્ટાફના તોડબાજ પોલીસકર્મીઓએ સરકારી ચોપડે માત્ર ૧૬ હજાર રૂપિયાનો જ મુદ્દામાલ દર્શાવ્યો હતો અને બાકીના ૮૪ હજાર જેટલા રૂપિયા પોતાના ખિસ્સામાં પચાવી પાડ્યા હતા.

આટલું ઓછું હોય તેમ, આ તોડબાજ પોલીસકર્મીઓએ જુગારધામ જે જગ્યા પર ચાલતું હતું તે મકાનના માલિક સામે કાયદેસરની ફરિયાદ ન નોંધવા અને કેસમાંથી તેનું નામ બાકાત રાખવા માટે પણ અલગથી નાણાંની માગણી કરી હતી. સમગ્ર મામલો જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાના ધ્યાને આવતા તેમણે આ ગંભીર ગેરરીતિ બદલ આકરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ વિભાગના જ કર્મચારીઓ સામે લેવાયેલા આ કડક પગલાંથી ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Related posts

ગાંધીનગરમાં ઉપવાસ પર બેસે તે પહેલાં જ NSUI કાર્યકરોની અટકાયત

Police-Story

આણંદની કંપની સાથે સાયબર ગઠિયાઓ દ્વારા રૂપિયા ૧.૫૮ કરોડની ઠગાઈ

Police-Story

અમદાવાદમાં મતદાન દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

Police-Story