મેયરની ખુરશી પાસે ફેંકી ચા, માઈક તોડ્યા
કોંગ્રેસ નેતા નાઝિયા દાનિશની ટિપ્પણીથી મામલો ગરમાયો અને કાઉન્સિલરો મેયરના આસન સુધી પહોંચ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૨ ઓક્ટોબર ૨૦૨૬ — દિલ્હી મહાનગરપાલિકા (સ્ઝ્રડ્ઢ) ની સામાન્ય સભામાં ગુરુવારે ભારે હોબાળો મચી ગયો હતો. સદનમાં સફાઈ વ્યવસ્થા અને પ્રદૂષણ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે આમ આદમી પાર્ટી (છછઁ) અને કોંગ્રેસની મહિલા કાઉન્સિલરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપીની નોબત આવી ગઈ હતી. કોંગ્રેસ નેતા નાઝિયા દાનિશના નિવેદન બાદ માહોલ એટલો તંગ બન્યો હતો કે કાઉન્સિલરો સીધા મેયરના આસન સુધી પહોંચી ગયા હતા અને જોરદાર હંગામો મચાવ્યો હતો.
સદનમાં જ્યારે સફાઈ વ્યવસ્થા અને પ્રદૂષણના મુદ્દે ચર્ચા થઈ રહી હતી ત્યારે કોંગ્રેસ પક્ષના નેતા નાઝિયા દાનિશે છછઁ કાઉન્સિલરો પર કટાક્ષ કર્યો હતો. આ ટિપ્પણીથી છછઁના સભ્યો ઉશ્કેરાઈ ગયા હતા અને ગૃહમાં જોરદાર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. જોતજોતામાં વિવાદ એટલો વધી ગયો કે આમ આદમી પાર્ટીના નેતા પ્રતિપક્ષ અને મહિલા કાઉન્સિલર શગુફ્તા ચૌધરી સહિત અન્ય કાઉન્સિલરો વિરોધ દર્શાવવા મેયરના પોડિયમ પાસે ધસી ગયા હતા.
વિરોધ દરમિયાન સદનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાઉન્સિલરોએ એકબીજા પાસેથી માઈક ઝૂંટવી લીધા હતા અને તેને તોડવાના પ્રયાસો પણ કર્યા હતા. એટલું જ નહીં, મેયરની ખુરશી પાસે ચા ફેંકવામાં આવી હોવાના પણ ગંભીર આક્ષેપો થયા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં મહિલા કાઉન્સિલરો વચ્ચે જોરદાર ધક્કામુક્કી અને ખેંચતાણ થતી સ્પષ્ટ જોઈ શકાય છે.
સદનમાં ચાલી રહેલા ભારે ધમાસાણ વચ્ચે મેયર પ્રવેશ વાહીએ કોઈપણ રીતે સદનનો એજન્ડા પાસ કરાવી લીધો હતો અને ત્યારબાદ સભાની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. મેયર પ્રવેશ વાહીએ છછઁ નેતાઓ અને કાઉન્સિલરોના આ વર્તન સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે તેમજ ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડનારા સભ્યો સામે કડક પગલાં લેવાના સંકેત આપ્યા છે.
આ સમગ્ર વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને સમગ્ર મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. પોસ્ટમાં લખાયું છે કે, ‘આજે સિવિક સેન્ટર ખાતે મળેલી સ્ઝ્રડ્ઢ હેડક્વાર્ટરની બેઠક દરમિયાન, આપના કાઉન્સિલરોએ ભાજપ પાસે ૨ કરોડ રૂપિયાના ફંડનો હિસાબ માંગ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ નેતા નાઝિયા દાનિશે આપના કાઉન્સિલર શગુફ્તા ઝુબેર ચૌધરી વિરુદ્ધ અંગત ટિપ્પણીઓ કરી હતી અને અપશબ્દો બોલ્યા હતા.’
આમ આદમી પાર્ટીએ પોસ્ટ કરીને આ ઘટનાને કમનસીબ ગણાવી છે અને માફીની માંગ કરી છે. છછઁએ ટિ્વટ કર્યું છે કે, ‘પોતાના વિસ્તારના લોકોના અધિકારો અને વિકાસ માટે સ્ઝ્રડ્ઢ બેઠકમાં ભાજપ પાસે ફંડ માંગનાર છછઁ કાઉન્સિલર શગુફ્તા ઝુબેર ચૌધરીને નિશાન બનાવવી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપ શાસિત સ્ઝ્રડ્ઢના ઈશારે કોંગ્રેસ નેતા નાઝિયા દાનિશે છછઁ કાઉન્સિલર શગુફ્તા ઝુબેર ચૌધરી સામે અંગત ટિપ્પણીઓ કરી અને અપશબ્દો બોલ્યા. હવે કોંગ્રેસની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. અમારી માંગ છે કે આજની ગૃહ બેઠકમાં બોલાયેલા આ અપશબ્દો માટે ભાજપના મેયર પ્રવેશ વાહી અને કોંગ્રેસ નેતા નાઝિયા દાનિશ ગૃહમાં માફી માંગે. જ્યારે છછઁ કાઉન્સિલરો જનતાના હક માટે અવાજ ઉઠાવે છે, ત્યારે ભાજપ શાસિત સ્ઝ્રડ્ઢએ જવાબ આપવો જોઈએ, અવાજ દબાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ.’