International

ઈરાનના પરમાણુ કેન્દ્રો પર અમેરિકા-ઈઝરાયલનો એરસ્ટ્રાઈક પ્લાન

Spread the love

પશ્ચિમ એશિયામાં મોટા યુદ્ધના એંધાણ

સંભવિત લક્ષ્યોમાં ઈરાનના પરમાણુ કેન્દ્રો, મિસાઈલ-ડ્રોન ભંડાર અને ઊર્જા માળખાનો સમાવેશ થાય

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૨ ઓક્ટોબર ૨૦૨૬ — અમેરિકા અને ઈઝરાયલ મિડટર્મ ચૂંટણીઓ પછી ઈરાનના પરમાણુ અને ઊર્જા ઠેકાણાઓ પર નાના અને તીવ્ર સૈન્ય હુમલાની યોજના બનાવી રહ્યા છે. મીડિયા રિપોટ્‌ર્સ મુજબ, સંભવિત લક્ષ્યોમાં ઈરાનના પરમાણુ કેન્દ્રો, મિસાઈલ-ડ્રોન ભંડાર અને ઊર્જા માળખાનો સમાવેશ થાય છે. જોકે, હજુ સુધી આ હુમલાના કોઈપણ પ્લાનને સત્તાવાર મંજૂરી મળી નથી. આ ઝુંબેશ ત્રણ દિવસની ટૂંકી પરંતુ તીવ્ર હોઈ શકે છે, જેનો હેતુ ઈરાનની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડીને તેને પરમાણુ મુદ્દે સમજૂતી કરવા માટે મજબૂર કરવાનો છે.ઈરાનના પહાડો નીચે છુપાયેલા પરમાણુ સેન્ટર ‘પિકએક્સ માઉન્ટેન’ પર હુમલાની પ્રબળ સંભાવના છે. તાજેતરમાં જ અમેરિકન પ્રમુખે જણાવ્યું હતું કે તેઓ આ જગ્યા સામે ૨૨,૦૦૦ પાઉન્ડ વજની ય્મ્ેં-૪૩/મ્, જેને ર્સ્ંછમ્ એટલે કે ‘મધર ઓફ ઓલ બંબ્સ’ કહેવામાં આવે છે, તેના ઉપયોગ પર વિચાર કરી રહ્યા છે. બીજી તરફ, અમેરિકન અધિકારીઓ એ વાતને લઈને પણ ચિંતિત છે કે જો ઓઇલ રિફાઈનરી પ્લાન્ટ્‌સ પર હુમલો થાય તો અમેરિકામાં પેટ્રોલના ભાવ વધી શકે છે, જેથી ઊર્જા માળખાને નિશાન બનાવવા અંગે હજુ થોડી મૂંઝવણ છે.જો નવો હુમલો થશે તો જવાબી કાર્યવાહી મર્યાદિત નહીં રહે તેવી સ્પષ્ટ ચેતવણી ઈરાને આપી છે. તેહરાને સંકેત આપ્યો છે કે તે સાઉદી અરેબિયાના ઓઇલ પ્લાન્ટ, ડેટા સેન્ટરો અને સમુદ્ર નીચે પાથરેલા ઇન્ટરનેટ કેબલોને પણ નિશાન બનાવી શકે છે. આ દરમિયાન ઈઝરાયલ દ્વારા ઈરાનની સરહદ નજીક એક મોટો વાયુસેના અભ્યાસ કરવામાં આવ્યો છે, જે સંભવિત હુમલાના માર્ગ જેવો જ હતો. ઈઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર એક તાલીમ અભ્યાસ હતો જેનો ઉદ્દેશ્ય ઈરાનને કડક સંદેશ આપવાનો હતો.આ તમામ યોજનાઓ તૈયાર હોવા છતાં, અમેરિકા માટે નવી જંગના રસ્તે ત્રણ મોટી મુશ્કેલીઓ છેઃ ઓઇલની કિંમતોમાં અચાનક ઉછાળો, ક્ષેત્રીય યુદ્ધનો ફેલાવો અને અમેરિકામાં મિસાઈલ-ઇન્ટરસેપ્ટરની કમી. જ્યાં સુધી ઈરાન પરમાણુ મંત્રણાના નહીં કરે, ત્યાં સુધી યુદ્ધની આશંકા યથાવત્ રહેશે. હાલ તો ટ્રમ્પ પ્રશાસન કૂટનીતિક રસ્તો અપનાવવો કે હુમલાને મંજૂરી આપવી તે અંગે વિચારણા કરી રહ્યું છે.

Related posts

મધ્ય-પૂર્વમાં યુદ્ધના ભણકારાં, કુવૈત પર ઈરાન તરફથી મિસાઈલ-ડ્રોન એટેક

Police-Story

ભારતને ‘નર્ક’ ગણાવી ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ગયા, બાદમાં મહાન દેશ કહી પ્રશંસા કરી

Police-Story

ઈઝરાયલ-લેબેનોન વચ્ચે ૪૫ દિવસ માટે યુદ્ધ વિરામ લંબાયું

Police-Story