28.7 C
Ahmedabad
October 2, 2026
CrimeGujarat

દમણના કચીગામમાં યુવાન ૯૮૯ ગ્રામ ગાંજા સાથે પકડાયો

Spread the love

પોલીસે નેટવર્ક પકડવા તપાસ આદરી

પોલીસે જથ્થો કોની પાસે અને કોન આપવાનો હતો તે અંગે સધન તપાસ આદરી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
દમણ,તા.૨૨ ઓગસ્ટ ૨૦૨૬ — દમણ પોલીસે કચીગામ સીમમાંથી ૨૫ વર્ષીય રવિકુમાર પટેલને ૯૮૯ ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. શુક્રવારે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ યુવાનની થેલીમાંથી હ્લજીન્ તપાસ બાદ ગાંજો મળ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ૪ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

દમણના કચીગામ ગામની સીમમાંથી પોલીસે એક યુવાનને ૯૮૯ ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી પાડયો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે જથ્થો કોની પાસે અને કોન આપવાનો હતો તે અંગે સધન તપાસ આદરી છે.
દમણના કચીગામ પોલીસની ટીમે ગઇકાલે શુક્રવારે પેટ્રોલિંગ દરમિયાન કચીગામના ડુંગરી ફળિયામાં રોડ પરથી જતા એક યુવાનને શંકાના આધારે અટકાવ્યો હતો. યુવાનની પુછપરછ કરી તેની પાસે રહેલી થેલીમાં તપાસ કરતા સફેદ કલરનો પાવડર ભરેલી કોથળી મળી આવી હતી. પોલીસે એફ.એસ.એલ.ની મદદથી પરિક્ષણ કરતા જથ્થો ગાંજો હોવાનું તારણ બહાર આવ્યું હતું.

પોલીસે ૯૮૯ ગ્રામ જથ્થો જપ્ત કરી આરોપી રવિકુમાર સાલિકરામ પટેલ (ઉ.વ.૨૫, રહે. સંજયભાઇની ચાલ, કચીગામ, દમણ)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ માહિતિ મેળવવાના આધાર પર રિમાન્ડ માંગતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી જથ્થો ક્યાંથી અને કોને આપવાનો હતો તે અંગે પોલીસે સઘન પુછપરછ આદરી છે.

Related posts

ગરીબ માણસને લાખોનું બિલ થમાવી દેતા પગ તળેથી જમીન સરકી ગઈ

Police-Story

જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ મંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર કરાયો

Police-Story

પુણેમાં માનવતા શર્મસારઃ ૪ વર્ષની બાળકી પર ૬૫ વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યું

Police-Story