34 C
Ahmedabad
October 3, 2026
CrimeNational

ઓનલાઈન ફોરેક્સ ટ્રેડિંગના નામે મોટો ખેલ, વેપારી પાસે ૭ કરોડની થઈ ઠગાઈ

Spread the love

ટેલિગ્રામ મારફતે વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો

વેપારીને ‘PU Prime’ નામના ઓનલાઈન પ્લેટફોર્મ પર એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
પુણે,તા.૨૫ મે ૨૦૨૬ — પુણેમાં ઓનલાઈન ફોરેક્સ ટ્રેડિંગના નામે ૭ કરોડ રૂપિયાથી વધુની સાઈબર ઠગાઈનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. કોંઢવા વિસ્તારમાં રહેતા ૫૩ વર્ષીય વેપારીએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યા સાયબર ઠગોએ તેમને ભારે નફાની લાલચ આપી કરોડોની છેતરપિંડી કરી છે.પોલીસ તપાસ મુજબ ઓક્ટોબર ૨૦૨૫માં ટેલિગ્રામ મારફતે વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આરોપીઓએ પોતાને ઈન્વેસ્ટમેન્ટ અને ફોરેક્સ ટ્રેડિંગ નિષ્ણાત તરીકે ઓળખાવી વિશ્વાસ જીત્યો હતો.

ત્યારબાદ વેપારીને ‘PU Prime’ નામના ઓનલાઈન પ્લેટફોર્મ પર એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.૧૦ ઓક્ટોબર ૨૦૨૫થી ૪ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન વેપારીએ વિવિધ બેન્ક ખાતાઓમાં કુલ ૭,૦૭,૬૧,૮૭૬ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. શરૂઆતમાં મોટો નફો મળવાનો વિશ્વાસ અપાયો હતો, પરંતુ પૈસા પરત માગતા આરોપીઓ બહાના બનાવવા લાગ્યા.

ત્યારબાદ વેપારીને સમજાયું કે તેઓ મોટા સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. પુણે સાયબર પોલીસે અજાણ્યા આરોપીઓ સામે BNS અને IT Act હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ ટેલિગ્રામ એકાઉન્ટ, બેન્ક ખાતા અને મોબાઈલ નંબરની તપાસ ચાલી રહી છે.

Related posts

પોલીસકર્મીઓ જ માસ્ટરમાઇન્ડ નીકળ્યા, ૩ આરોપી ઝડપાયા

Police-Story

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ તૈયાર! ૯૯% વાટાઘાટો પૂર્ણ

Police-Story

રાંચીમાં સ્થિતિ કાબૂ બહારઃ વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, લાઠીચાર્જ બાદ હિંસક ઘર્ષણ

Police-Story

Leave a Comment