34.3 C
Ahmedabad
October 2, 2026
GujaratPolitics

કોંગ્રેસની બેઠક ચાલી રહી હતી અને અચાનક આવી ચઢ્યો એક માણસ

Spread the love

પાર્ટીની બેઠકમાં IB ના કર્મચારીઓ ઘૂસ્યા

સમીક્ષા બેઠક IB કર્મચારીઓએ આવીને વીડિયો બનાવતા કોંગ્રેસ નેતાઓ ભડકયા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા, તા.૧ જૂન ૨૦૨૬ — મહેસાણાથી મોટી ઘટના સામે આવી છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ નેતાઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ ખાનગી સમીક્ષા બેઠકમાં IB ના કર્મચારીઓ ઘૂસ્યા હતા. પત્રકારોની સાથે ૈંમ્ કર્મચારીઓ પણ ખાનગી સમીક્ષા બેઠકમાં ઘૂસી આવ્યા હતા. સમીક્ષા બેઠક IB કર્મચારીઓએ આવીને વીડિયો બનાવતા કોંગ્રેસ નેતાઓ ભડકયા હતા. ત્યારે સવાલ એ છે કે, ગુજરાતમાં કોણ કોંગ્રેસની જાસૂસી કરાવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણામાં ગુજરાત કોંગ્રેસ હારના કારણો પર ચર્ચા કરી રહ્યું હતું, ત્યારે અચાનક આઈબીના કર્મચારીઓની બેઠકમાં એન્ટ્રી થઈ હતી. ત્યારે આઈબીના અધિકારીઓ કોંગ્રેસની જાસૂસી કરવા આવ્યા હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવાયા છે. આ જોઈને અમિત ચાવડા અને જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ભડક્યા હતા. કોંગ્રેસની ખાનગી બેઠકમાં આઈબીના અધિકારીઓ કેવી રીતે આવ્યા તેવો સવાલ કર્યો હતો.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની કારમી હારને પગલે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની કારમી હારના પગલે યોજાયેલી સમીક્ષા બેઠકમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓનું સંકલન કરવામા આવી રહ્યું હતું તબક્કાવાર બેઠકમાં ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. કોંગ્રેસ ઉમેદવારોની હારના કારણો ઉપરાંત કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા કે જે પણ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ પક્ષ વિરુદ્ધ કાર્ય કર્યું છે એવા તમામ લોકો સામે કાર્યવાહી કરવા પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ તખ્તો તૈયાર કર્યો છે. આ સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, જગદીશ ઠાકોર, પ્રદેશ પ્રમુખ મુકુલ વાસનીક સહિતના નેતાઓએ મોંઘવારી અને પેપર લીક મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની જાહેરાત કરી છે.

આ અંગે પ્રતિક્રીયા આપતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, ચોર, બૂટલેગર પાછળ આઈબી નથી લાગતી, પરંતું કોંગ્રેસની બેઠકમાં આઈબી લગાવાઈ છે. મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અમારી સમીક્ષા બેઠક હતી. તમામ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો હાજર છે, અને ત્યાં આઈબીના અધિકારીઓ આવી ચઢે છે. અમારી મીટિંગની વીડિયોગ્રાફી કરાય છે. અજાણ્યા થઈને આવે છે. પોલીસ તંત્રમા જે ગેરરીતિ, કમિશનરાજ થાય છે તેના પુરાવા તેમના મોબાઈલમાંથી મળ્યા છે.

Related posts

૧૫ દિવસમાં જ તમારી કોઈ પણ અરજીનો લાવવો પડશે નિકાલ

Police-Story

ઓઢવમાં બે દીકરીના પિતાએ નજીકમાં રહેતી બાળકીને અડપલા કરી બચકાં ભર્યાં

Police-Story

૩૦ જુલાઈ અને ૧ ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી

Police-Story

Leave a Comment