34 C
Ahmedabad
October 3, 2026
CrimeGujarat

સરસપુર વિસ્તારના બે મિત્રોએ યુવતીનું અપહરણ- બ્લેકમેઇલ કરી દુષ્કર્મ ગુજાર્યું

Spread the love

પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી

પ્રેમસંબંધની જાણ પરિવારને કરવા, પિતા-ભાઈને મારી નાખવાની ધમકી આપી : યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૫ મે ૨૦૨૬ — સરસપુરના બે મિત્રોએ સ્થાનિક વિસ્તારની ૧૮ વર્ષની યુવતીના પ્રેમપ્રકરણની જાણ ઘરે કરી દેવાની ધમકી આપી તેનું અપહરણ કર્યું હતું. બંને મિત્રોએ યુવતીને હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ પણ કર્યું હતું. આટલું જ નહીં, યુવતીને બ્લેકમેઇલ કરી તેના માતા-પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બાબતે પરેશાન યુવતીએ શહેર કોટડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આદરી છે.યુવતીઓ અને તેમના માતા-પિતા માટે આંખ ઉઘાડતા કિસ્સાની જાણવા મળતી વિગતો એવી છે કે સરસપુરમાં રહેતી મોના (નામ બદલ્યું છે)ને એક યુવક સાથે પ્રેમસંબંધ હતા, જેનાથી બંનેના પરિવારજનો અજાણ હતા. તેઓ વારંવાર એકબીજાને મળતા હોવાની જાણ સ્થાનિક વિસ્તારમાં રહેતા મીત મકવાણા અને તેના મિત્ર તેજસને થઈ હતી. જેને કારણે તેમણે મોના પર વોચ રાખવાની શરૂ કરી દીધી હતી. દરમિયાન પાંચેક મહિના પહેલા મોના પોતાના ઘર પાસેથી પસાર થતી હતી ત્યારે જ તેજસ અને મીત તેની પાસે ગયા હતા અને તેના પ્રેમપ્રકરણની વાત સમગ્ર વિસ્તારમાં ફેલાવવાની તેમજ મોનાના માતા-પિતાને કરી દેવાની ધમકી આપી હતી. મોના ડરી ગઈ એટલે બંનેએ મોનાને પોતાની સાથે આવવા માટે દબાણ કર્યું હતું. યુવતીને ધમકાવી કારમાં બેસાડી તેનું અપહરણ કરીને મીત તથા તેજસ તેને નિકોલની એક હોટલમાં લઈ ગયા હતા, જ્યાં તેમણે મોના સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ મોનાને પોતાના વિસ્તારમાં છોડી દીધી હતી. ત્યારબાદ બંને આરોપીઓ મોનાને બ્લેકમેઇલ કરી તેની સાથે વારંવાર દુષ્કર્મ કરતા હતા અને મોનાના માતા-પિતા તથા ભાઈને મારી નાખવાની ધમકી પણ આપતા હતા.મીત અને તેજસની ધમકીઓ અને અત્યાચારથી કંટાળેલી મોનાએ સમગ્ર ઘટનાની જાણ પરિવારના સભ્યોને કરી શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં મીત મકવાણા અને તેજસ સામે સામૂહિક દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

Related posts

વિદ્યુત નિરિક્ષક કચેરીના ક્લાસ વન અધિકારીનો કાળો કારોબાર

Police-Story

મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવાનો આદેશ

Police-Story

અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો

Police-Story

Leave a Comment