33 C
Ahmedabad
October 2, 2026
International

કુવૈત એરપોર્ટ પર ઈરાનના ડ્રોન અને મિસાઈલ હુમલાથી મચી તબાહી

Spread the love

એક ભારતીય નાગરિકનું મોત

આ હુમલા બાદ એર ટ્રાફિક પણ રોકી દેવામાં આવ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
કુવૈત, તા.૩ જૂન ૨૦૨૬ — ઈરાને કુવૈત ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી છે. કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસે ’ઠ’ પર એક પોસ્ટમાં કુવૈત એરપોર્ટ પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકના મોત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. દૂતાવાસે જણાવ્યું કે, તેઓ શોકગ્રસ્ત પરિવારની સાથે-સાથે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તમામ સંભવિત મદદ અને સહયોગ આપવા માટે કુવૈત પ્રશાસન સાથે સંકલન સાધી રહ્યા છે. કુવૈતે બુધવારે ત્યારે એર ટ્રાફિક સસ્પેન્ડ કરી દીધો, જ્યારે ઈરાનના હુમલામાં ’ટર્મિનલ વન’ને નિશાન બનાવવામાં આવ્યું. આ હુમલાથી જાનમાલનું નુકસાન થયું અને એરપોર્ટને પણ નુકસાન પહોંચ્યું છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના પ્રવક્તા અબ્દુલ્લા અલ-રાજહીએ સરકારી સમાચાર એજન્સી ’દ્ભેંદ્ગછ’ને આ માહિતી આપી છે.

આ ડ્રોન હુમલો ત્યારે કરવામાં આવ્યો છે, જ્યારે મંગળવારે મોડી રાત્રે ઈરાન અને અમેરિકાએ એકબીજા પર મિસાઈલ હુમલા કર્યા હતા. ઈરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સીઓએ દાવો કર્યો છે કે, દેશે અમેરિકા અને ઈઝરાયેલ સાથે યુદ્ધવિરામનો સમયગાળો વધારવા અંગે મધ્યસ્થીઓ સાથેની વાતચીત બંધ કરી દીધી છે. એક પ્રાદેશિક અધિકારીએ જણાવ્યું કે, ઈરાન ઈચ્છતું હતું કે, વાતચીત ફરી શરૂ કરતા પહેલા લેબનોનમાં થયેલા યુદ્ધવિરામનો સંપૂર્ણ અમલ કરવામાં આવે.

આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે, વાતચીત ચાલુ છે. આ વાતચીત ઘણા અઠવાડિયાથી ખેંચાઈ રહી છે અને ખાડી વિસ્તારમાં વારંવાર થતા હુમલા તેમજ લેબનોનમાં ઈઝરાયેલના વધતા યુદ્ધના કારણે આ પ્રયાસો પર વધુ દબાણ આવી રહ્યું છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પોતાનું નિયંત્રણ જાળવી રાખ્યું છે, જે દુનિયાના ઓઈલ અને કુદરતી ગેસના પરિવહન માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે. અમેરિકાએ ઈરાનના બંદરોની નાકેબંધી ચાલુ રાખી છે. કુવૈતના રક્ષા મંત્રાલયના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ સઉદ અબ્દુલ અઝીઝ અલ-ઓતૈબીએ જણાવ્યું કે, દુશ્મનના ઘણા ડ્રોને કુવૈત એરપોર્ટની ઈમારતને નિશાન બનાવી, જેનાથી ઈમારતને ભારે નુકસાન થયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. બાદમાં કુવૈતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ઓછામાં ઓછી એક વ્યક્તિનું મોત થયું છે. સરકારી મીડિયાએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, કુવૈત એરવેઝે પોતાની ફ્લાઈટ્‌સનું સંચાલન સસ્પેન્ડ કરી દીધું.

Related posts

એન્ડી બર્નહામ ઇંગ્લેન્ડના ૫૯મા વડાપ્રધાન બન્યા

Police-Story

ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી ભડકો, જાણો કેટલો ભાવ વધ્યો, કેટલી વખત વધ્યો…

Police-Story

નહીં ખુલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, ટ્રમ્પે બનાવી લાંબી અને ખતરનાક યોજના

Police-Story

Leave a Comment