33 C
Ahmedabad
October 2, 2026
International

કોંગોમાં ૬૫ લોકોના મોતથી અફરાતફરી, સેંકડો સંક્રમિત

Spread the love

ફરી એકવાર ઈબોલા વાયરસે માથું ઊંચક્યું,

ઇબોલા સૌથી ખતરનાક વાયરસ માનવામાં આવે છે. આ વાયરસથી સંક્રમિત લોકો પૈકી ૯૦ ટકા મૃત્યુ પામે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૬ મે ૨૦૨૬ — કોંગોમાં ઇબોલા વાયરસથી ઓછામાં ઓછાં ૬૫ મૃત્યુ નોંધાયાં છે અને સેંકડો લોકો તેથી સંક્રમિત છે. આ પૂર્વે ૨૦૧૮ થી ૨૦૨૦ સુધીમાં આ વાયરસના પ્રકોપથી કોંગોમાં ૩૨ હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. માત્ર શ્વાસથી પણ ફેલાતા, આ ભયંકર રોગે ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી)માં ૬૫ નાં તો મૃત્યુ નોંધાયા જ છે. પરંતુ ૧૦૦થી વધુ સંદિગ્ધોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હજી સુધીમાં ઈબોલા સંક્રમિત તેના ૨૪૬ કેસો જાણવા મળ્યાં છે. ટેસ્ટ કરાયેલા ૨૦ લોકો પૈકી, ૧૩ લોકો તો ઈબોલા સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.આ વાયરસથી કોંગોમાં તો ૨૦૧૮ થી ૨૦૨૦ દરમિયાન ૩ હજારથી વધુનાં મોત થયાં હતાં. જ્યારે દુનિયામાં પણ ઇબોલાથી ૨ હજારથી વધુનાં મોત નોંધાયાં છે. ઉલ્લેખનીય છે કે ઇબોલા સૌથી ખતરનાક વાયરસ માનવામાં આવે છે. આ વાયરસથી સંક્રમિત લોકો પૈકી ૯૦ ટકા મૃત્યુ પામે છે. આ રોગમાં ડાયેરિયા અને લોહી પડવા લાગે છે.રિપોર્ટ પ્રમાણે આ વાયરસ માત્ર ૩ દિવસમાં જીવ લઈ શકે છે. આ રોગના રોગીને સ્પર્શવાથી કે તેની આજુબાજુમાં રહેવાથી પણ આ ચેપ લાગે છે. તે શ્વાસ દ્વારા પણ ફેલાઈ શકે છે. તેથી તે સૌથી વધુ ખતરનાક છે. તે છીંકથી તથા ખાંસીથી પણ ફેલાય છે. આ વાયરસ પશુઓમાં પણ ફેલાય છે. તેનાથી સંક્રમિત જીવને ખાવાથી પણ ફેલાય છે. તેનાં જંતુ કોઈ પણ ઘા વાગે તો તે દ્વારા પણ શરીરમાં ઘૂસી જાય છે. તે ઓર્થો બોલા વાયરસ જૂથના વાયરસ છે, તેથી થાક લાગે છે. તાવ ચઢે છે, માથાનો દુઃખાવો શરૂ થઈ જાય છે. સમયસર ટ્રીટમેન્ટ ન મળે તો ત્રણ જ દિવસમાં દર્દીનું મૃત્યુ થાય છે.

Related posts

એન્ડી બર્નહામ ઇંગ્લેન્ડના ૫૯મા વડાપ્રધાન બન્યા

Police-Story

ઈઝરાયલને વિશ્વાસમાં લીધા વિના જ ઈરાન યુદ્ધમાં ટ્રમ્પે કર્યો ખેલ!

Police-Story

ભારતને ‘નર્ક’ ગણાવી ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ગયા, બાદમાં મહાન દેશ કહી પ્રશંસા કરી

Police-Story

Leave a Comment